Publisher Theme
I’m a gamer, always have been.

બનાસ મેડિકલ કોલેજ પાલનપુર દ્વારા રિહેન એચ. મહેતા વિદ્યાલય, માંકડીમાં સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન તેમજ રસીકરણ કેમ્પ યોજાયો…

0 48

17મી સપ્ટેમ્બર 2021 ના રોજ આપણા વડાપ્રધાન શ્રી ના જન્મદિન નિમિત્તે બનાસ મેડિકલ કોલેજ પાલનપુર તેમજ સિવિલ હોસ્પિટલ પાલનપુર દ્વારા દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રિહેન એચ.મહેતા વિદ્યાલય માકડી માં સર્વરોગ નિદાન કેમ, રક્તદાન કેમ તેમજ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું…

માકડી ગામ તેમજ આજુબાજુના વિસ્તારની જનતા માટે શાળાના મેદાનમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં તમામ રોગોના સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર શ્રી ઓએ ખૂબ જ ઉત્તમ કામગીરી નિભાવી હતી. કેમ્પમાં ઉપસ્થિત તમામ ગ્રામજનોને નિદાન કરી વિનામૂલ્યે દવા પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત દાંતા તાલુકા યુવા ભાજપ મોરચાના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વિસ્તારમાં પ્રથમ વખત 21 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ વિસ્તારમાં લોકોમાં રસીકરણ જાગૃતિ અભિયાન માટે શાળાના વિદ્યાર્થીઓએ ગામમાં અને આજુબાજુના ગામમાં જઈને સમગ્ર ગ્રામજનોને કોરોનાની રસી ના મહત્વ વિશે સમજાવી રસી લેવા માટે તૈયાર કર્યા હતા. આજના દિવસે સાંજે 5:00 વાગ્યા સુધીમાં કુલ 1221 લોકોએ કોરોનની રસી લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

શાળાના આચાર્યશ્રી ડો.રાકેશ કે. પ્રજાપતિ એ બનાસ મેડિકલ કોલેજ તેમજ સિવિલ હોસ્પિટલ પાલનપુર તથા ઉપસ્થિત તમામ તજજ્ઞ ડોક્ટર સાહેબશ્રી, તમામ મેડિકલ સ્ટાફ તેમજ આરોગ્ય કેન્દ્ર માકડી ના તમામ સ્ટાફ તેમજ દાંતા તાલુકા ભાજપ યુવા મોરચા ટીમ તથા આ કાર્યક્રમ જેમનાં માધ્યમ થકી યોજાયો તેવા શ્રી વીરભદ્રસિંહ પરમાર અને મહાદેવ ભાઈ ચૌધરીનો આભાર માન્યો હતો.

Leave A Reply

Your email address will not be published.