Publisher Theme
I’m a gamer, always have been.

લાખણી તાલુકાના ઘાણા ગામના એક શખસે તમાકુ ખરીદવા રૂ. બે લાખ ત્રણ માસ માટે લીધા હતા.

0 20

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

લાખણી તાલુકાના ઘાણા ગામના એક શખસે તમાકુ ખરીદવા રૂ. બે લાખ ત્રણ માસ માટે લીધા હતા. જેનો ચેક આપ્યો હતો. જે ચેક રીટર્ન થતાં ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જે અંગેનો કેસ સોમવારે ધાનેરા કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપીને બે વર્ષની સાદી કેદની સજા અને બે લાખના બદલે ચાર લાખ ચૂકવવા 30 દિવસમાં ચૂકવવા હૂકમ કર્યો હતો. જો આરોપી ચાર લાખ રૂપિયા 30 દિવસમાં ન ચૂકવે તો વધુ 6 માસની સજાનો હુકમ કરાયો હતો. ઘાણા ગામના તાજાભાઈ અદાજી સુથારે ધાનેરા તાલુકાના ભાટીબના મોબતાજી વાઘાજી રાજપુત સાથે અવાર-નવાર તમાકુની લે-વેચ કરતા મિત્રતા બંધાઇ હતી. જેમાં તેમણે રૂપિયા બે લાખ રૂપિયા ત્રણ માસ માટે ઉછીના તાજાભાઈએ મોબતાજી રાજપુત પાસેથી ઉછીના લીધા હતા અને તારીખ 7 એપ્રિલ-2016 નો ચેક આપ્યો હતો. જે ચેક મર્કેન્ટાઇલ બેંકનો હતો જે ખાતામાં ક્લિયર માટે નાખતા ચેક રિટર્ન થતા આરોપીને નોટીસ દ્વારા જાણ કરવા છતાં પેમેન્ટ ના આપતા ધાનેરા પોલીસ મથકે કેસ નોંધાયો હતો. જે કેસ ધાનેરા કોર્ટમાં સોમવારે ચાલી જતા આ કેસના ફરીયાદીના વકીલ વી.વી.પટેલ તેમજ આર. પી.મનસુરીની રજુઆતોના ધ્યાને લઇ ન્યાયાધીશ જગદીશ એસ.પ્રજાપતિએ આરોપી તાજાભાઈ અદાજી સુથારને બે વર્ષની સાદી કેદની સજા અને બે લાખના બદલે રૂ.4,00,000 નો દંડ કર્યો હતો.

Leave A Reply

Your email address will not be published.