રિપોર્ટર રાહુલપુરી ગોસ્વામી બાયડ
માલપુર તાલુકાના સાતરડા ગામ નજીક પુરપાટ ઝડપે આવતા ડમ્પર નંબર GJ 31 T 2269 તથા બાઈક નંબર GJ 31 J 6279 વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત કરી ડમ્પર ચાલક ડમ્પર મુકીને ફરાર થઈ ગયો હતો.જેમાં બાઈક પર સવાર બે યુવકોમાંથી એક યુવકનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય ગંભીર રીતે ઘવાયેલ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બાઈક ચાલક એક યુવાન અણિયોર પાસે વાંટડા ગામનો તથા બીજો યુવાન કોઠી ગામનો હોવાનું લોકમુખે ચર્ચામાં છે.ઘટના સ્થળે પહોંચી પોલીસે કાર્યવાહી કરી હતી.
