Publisher Theme
I’m a gamer, always have been.

પૂર્વ જિ. આરોગ્ય અધિકારીએ ખરીદેલ ફાયરની બોટલ ધાનેરામાં ધૂળ ખાય છે

0 147

બનાસકાંઠા જીલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી ડો.મનિષ ફેન્સી સામે સરકાર દ્વારા તપાસ ચાલી રહી છે. ત્યારે તેઓએ જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં જરૂરીયાત ન હોવા છતાં ફાયરની બોટલો ખરીદવામાં આવી હતી. અને તેમાંની ધાનેરા ખાતે મોકલેલ બોટલો કચરા પેટીમાં આજે પણ ધૂળ ખાય છે.
આ ફેન્સી દ્વારા જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને બીજા કેન્દ્રો માટે મોટા પ્રમાણમાં જતાં જતાં ફાયર સેફ્ટી માટે બોટલોની ખરીદી કરવામાં આવી હતી. તે ખરીદી પાલનપુરના કે.ડી.સર્વિસીસ ખાતેથી ઉંચા ભાવે કરવામાં આવેલ અને તે બોટલો તમામ તાલુકા કક્ષાએ આજે પણ ધુળ ખાય છે. ધાનેરા ખાતે ડો.મનિષ ફેન્સી દ્વારા ખરીદવામાં આવેલ ફાયરની બોટલો આજે પણ એક અવાવરૂ જગ્યાએ કચરામાં ધૂળ ખાય છે. તેની એક્ષપાયરી પણ એક વર્ષ પહેલા પુરી થવા પામી હતી.
ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી ડો.લક્ષ્મીકાંત સોમાણીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ‘આ બાબતે અમને કોઇ ખ્યાલ નથી, અમે આવ્યા પહેલાનું છે અને તે બોટલો જે તે વખતના અધિકારી દ્વારા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર આપવી જોઇતી હતી. હવે તો તે એક્ષપાયર પણ થયેલ છે.કોને આપીએ.
મારી બદલી થોડા દિવસ પહેલાં જ બનાસકાંઠામાં થવા પામી છે માટે આ બાબતે મને કોઇપણ બાબતનો ખ્યાલ નથી તેમ છતાં આ બાબતે વિગતો મંગાવીને તપાસ કરાવીશું.- ડો. જયેશ પટેલ (સી.ડી.એચ.ઓ.)

Leave A Reply

Your email address will not be published.