Publisher Theme
I’m a gamer, always have been.

પાથાવાડા પોલીસે સોડાલ ગામે હંગામી ચેકપોસ્ટ પરથી એક દારૂ ભરેલી રીક્ષા ઝડપી પાડી

0 304

પોલીસે રિક્ષાના ગુપ્ત ખાના માંથી 480 જેટલી બોટલો નીકાળી એક ઇસમ ની અટકાયત

સોડાલ ગામની સીમમાં આવેલ હંગામી પોલીસ ચેકપોસ્ટ ઉપરથી એક દારૂ ભરેલી રીક્ષા પાથાવાડા પોલીસે ઝડપી પાડી છે રીક્ષામાંથી કુલ 480 જેટલી દારૂની બોટલો સહિત પોલીસે કુલ એક લાખથી વધુ નો મુદ્દા માલ કબજે લઈ એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા પોલીસ સ્ટાફ પોતાના વિસ્તારમાં સોડાલ ગામની સીમમાં હંગામી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમા હતા જે દરમિયાન બાતમી મળેલી કે રાજેસ્થાન તરફથી એક લોડીંગ રીક્ષામાં દારૂ ભરી ભટરામ તરફ જનાર છે. જે હકીકતના આધારે નાકાબંધી કરી હકીકત વાળી રીક્ષા આવતા પોલીસે તેને રોકાવી તપાસ કરતા પૂનમભાઈ ગોહિલ વાલ્મિકીપુરા માનસરોવર રોડ પાલનપુર પોતાની રિક્ષામાં ગુપ્તખાનું બનાવી જેમાં દારૂની 480 જેટલી બોટલો પોલીસને મળી આવી હતી. પોલીસે પુનાભાઈની અટકાયત કરી એક લાખ થી વધુનો મુદામાલ પોલીસ કબ્જે લઇ એક ઇસમ ની અટકાયત કરી રીક્ષા ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટર મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ કરી છે

Leave A Reply

Your email address will not be published.