ધાનેરા તાલુકાના વાલેર ગામે સુંદરપુરી મહારાજના મંદિરે લોકોએ ડીસાના ખિસ્સાકાતરૂ શખ્સને રંગે હાથ ઝડપી પોલીસને સોંપ્યો હતો. જેની પાસેથી મોબાઇલ, ત્રણ પાકિટમાં રહેલા રૂપિયા 17,700નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.
શિયા ગામના મહેન્દ્રભાઇ શંકરાજી સોલંકી, ચેતનભાઇ શંકરાજી સોલંકી શુક્રવારે ધાનેરા તાલુકાના વાલેર ગામે સુંદરપુરી મહારાજના મંદિરે દર્શન કરવા ગયા હતા. તે સમયે ડીસાના વાડીરોડ ટેકરા વિસ્તારના કમલેશભાઇ સુરેશભાઇ ઠાકોરે મંદિરમાં સીડીઓ પાસે મહેન્દ્રભાઇના ખિસ્સામાંથી મોબાઇલની ચોરી કરી હતી. જેને ઝડપી લીધો હતો. દરમિયાન કમલેશ ઠાકોરના ખિસ્સામાંથી રવિ ગામના દેવાભાઇ જોઇતાભાઇ રબારીનું રૂપિયા 700 ભરેલું પાકીટ, અનાપુર છોટાના કાળાભાઇ પીથાભાઇ મોદીનું રૂપિયા 2000 ભરેલું પાકીટ તેમજ એટાના વેનાભાઇ જોરાભાઇ રબારીનું પાકીટ મળી આવ્યું હતું. કુલ રૂપિયા 17,700ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા કમલેશ ઠાકોરને ધાનેરા પોલીસ ના પી.આઇ. શ્રી ડોડીયા સાહેબ એ તાત્કાલિક એ તેમની સામે કાર્યવાહી કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.