Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના જડીયા નજીકથી જીવદયા પ્રેમીઓએ 34 પાડાં ભરેલી ટ્રક ઝડપી

0 192

લમ્પીને લઈ પશુવહનની પાબંધી હોવા છતાં પશુ કતલખાને લઇ જવાતા હતા

ધાનેરા તાલુકાના જડીયા ગામ પાસેથી શનિવારે રાત્રે ગૌસેવકોએ કતલખાને લઇ જવાતા 34 પાડાઓના જીવ બચાવીને પોલીસને હવાલે કર્યા હતા. જેથી પોલીસે આ શખસ સામે પશુ પરીવહન કરવાનો પ્રતિબંધ હોવા છતાં એકજ ટ્રકમાં 34 પશુઓ લઇ જતા હોવાથી તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ધાનેરા તાલુકાના ગોલા ગામેથી શનિવારે રાત્રે ટ્રકમાં પાડાઓ ભરી લઇ જતા હોવાની બાતમી જીવદયા પ્રેમીઓને મળતા તેઓએ જડીયા ગામ પાસે એક પેટ્રોલ પંપ પાસે નાકાબંધી કરી હતી. ધાનેરા પોલીસને પણ આ બાબતે જાણ કરતાં પોલીસની ટીમ પણ આવી હતી અને ગોલા ગામ તરફથી આવતી ટ્રક ને ઉભી રખાવી તપાસ કરતાં તે ટ્રકમાં ક્રૂરતા પૂર્વક કોઇપણ ઘાસચારા કે પાણીની સગવડ વગર 34 પાડાઓ ભરેલા જોવા મળતા જીવદયા પ્રેમીઓ સતિષભાઇ જાની, કૃપાલસિહ સોલંકી, સુરેશભાઇ માજીરાણા, રમેશભાઇ પટેલ, શેરાજી રાજપુત તેમજ પોલીસના રાયસંગભાઇ, રવિકુમાર તેમજ અન્ય પોલીસ જવાનોએ આ બાબતે તપાસ કરીને ટ્રકના ચાલકની પુછપરછ કરતાં આ પાડાઓ ગોલા ગામે ગનીભાઇ મુસ્લાને ત્યાંથી ભરીને પાટણ અમરતભાઇને ત્યાં ઉતારવાના હતા.

જેથી પોલીસે આ પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરતા હોવાથી ટ્રક તેમજ પશુઓ જપ્ત કર્યા હતા. જેમાં 34 પાડા ગાડી સહિત 6,00,000 મળી કુલ રૂ.7,02,500 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે ગનીભાઇ મુસ્લા (રહે.ગોલા,તા.ધાનેરા), વસીમખાન (રહે.જુનાડીસા,તા.ડીસા), મહેબુબખાન પઠાણ (રહે.વાગડોદ) તથા અમરતભાઇ (રહે.પાટણ) સામે ફરિયાદ નોંધાવી હતી.

Leave A Reply

Your email address will not be published.