ડીસા વડાવળ ગામે વીજળી પડતાં ભેંસ ની મોત બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી ના પગલે વરસાદની શરૂઆત થતા ધરતી પુત્રોમાં ખુશખુશાલ જોવા મળી રહી છે ઘણા લાંબા સમય વરસાદ આવતા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદ અને ગઇકાલે મોડી સાંજે થી ચાલુ થયેલ વરસાદના લીધે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લામાં ચાલુ થયેલા વરસાદના કારણે ખેડૂતોને નુકસાન પણ ભોગવવું પડી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ વડાવળ માં સવારનાં સુમારે અચાનક વીજળી પડતાં આ વીજળી એક ખેડૂત ની ભેંસ ઉપર પડતાં ભેંસનું મોત નિપજ્યું હતું અને આ ભોગ બનનાર ખેડૂત નાગજીભાઈ માનાજી વાઘેલા પરિવાર ને મોટું નુકસાન થવાથી આઘાત લાગ્યો હતો.