Publisher Theme
I’m a gamer, always have been.

ડીસા તાલુકા સંઘ ના હોલ માં હિંદુત્વના પ્રચાર પ્રસાર માટે ગીતાજીના ધાર્મિક ગ્રંથને લોકો સુધી પહોંચાડવા શિસ્ત બંધ આયોજન

0 47

ગુજરાત સહિત ભારત ભર માં ધાર્મિક ગ્રંથ ગીતાજી ને હિન્દૂ ધર્મ નું પ્રતીક માનવામાં આવ્યું છે ત્યારે આજે ડીસા તાલુકા સંઘ ના હોલ માં હિંદુત્વના પ્રચાર પ્રસાર માટે ગીતાજીના ધાર્મિક ગ્રંથને લોકો સુધી પહોંચાડવા શિસ્ત બંધ આયોજન રાખેલ
ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા તરફથી આજથી બે વર્ષ અગાઉ હિન્દુત્વ ધર્મના પ્રચાર પ્રસાર માટે કરીને અને લોકોમાં હિન્દુ ધર્મની આસ્થાનો પ્રચાર થાય લોકો હિંદુ ધર્મ માટે જાગૃત થાય એ માટે કરીને એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ડીસાના અલગ અલગ સ્કૂલોમાં ભારતનો આધ્યાત્મિક ધાર્મિક ગ્રંથ ગીતાના પુસ્તકને સ્કૂલોમાં વિતરણ કરીને લોકોના વિચારો અને હિન્દુત્વની કડી મજબૂત બને એ માટે કરીને એક સુંદર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના સફળતાના ભાગ સ્વરૂપે આજે ડીસા તાલુકા સંઘ ખાતે એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ ૨૦૦ જેટલી વિદ્યાર્થીની ઓએ અલગ અલગ સ્કૂલો માંથી ગીતાના ધાર્મિક ગ્રંથ વિશે પ્રવચન આપી તેમના જીવનમાં ગીતાના પુસ્તકને વાંચવાથી જે પરિવર્તનો આવ્યા તેને વિસ્તૃત રીતે રજૂઆત કરી હતી અચરજની વાત એ છે કે એક મુસ્લિમ સમાજની વિદ્યાર્થીએ પણ ગીતાના પુસ્તકને પોતાના જીવનમાં મહત્વનું સ્થાન આપી તેને પોતાના જીવનમાં અમૂલ્ય નિયમો સાથે પાલન કરવાનો નિર્ણય લીધો હતો આજના આ કાર્યક્રમમાં હિન્દુત્વની જાગૃતિ માટે હિંદુ ધર્મ અને તેને નષ્ટ કરવાના કાવતરા થઈ રહ્યા છે તેને રોકીને હિંદુ ધર્મ વધારે મજબૂત બને અને ગીતાજી તરફથી ભગવાન શ્રીકૃષ્ણએ જે અમૃતવાણી તરફથી ગીતાનું મહત્વ સમજાવ્યું છે અને દેશ વિદેશમાં પણ ગીતાના ધાર્મિક ગ્રંથને માન્યતા આપવામાં આવી છે તેને મહત્વ આપવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાની અધ્યક્ષ સ્થાનમાં ગીતાજીનો મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ ડીસા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર તરફથી પણ ગીતાજીના પુસ્તકને જીવનમાં કઈ રીતે ઉપયોગી બની શકે એ વિશે જણાવવામાં આવ્યું અને અનેક નામી અનામી દેશ ભકતો અને સંતો એ પણ હિન્દૂધર્મ વિષે માહિતી આપી હતી

Leave A Reply

Your email address will not be published.