આજરોજ ડીસા મોદી સમાજ દ્વારા બહુચરમાતાના મંદિર માં રસ રોટલી પ્રસાદ નું સુંદર આયોજન ડીસા શહેરમાં મોઢ ઘાંચી જ્ઞાતિ સમાજ લોકો ને માગશર સુદ બીજ ને રવિવાર તા- ૫/૧૨/૨૦૨૧ ના દિવસે રસ રોટલી ના પ્રસાદનું ડીસા મોઢ ઘાંચી જ્ઞાતિ સમાજ તેમજ મોદી સમાજ રસ રોટલી સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના ભાઈ બહેનો તેમજ ડીસા ના ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા, ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર, બી.કે ન્યુઝ ચેનલ ના ચેરમેન શ્રી મગનલાલ માળી, વેપારી આગેવાન સંજયભાઈ ગેલોત મોઢ ઘાંચી સમાજ ની વાડી ખાતે મુલાકાત લઈ રસ રોટલી ના પ્રસાદ નો લાભ લીધો હતો માતાજીના આ પરચાની યાદ રૂપે શક્તિ પીઠ બહુચરાજી મા બિરાજમાન બાળા ત્રિપુરા સુંદરી માં બહુચરના ભક્તો શ્રી ડીસા મોદી સમાજના રસ રોટલી સમિતિના પ્રમુખ અને કારોબારી સભ્યોએ સારી મહેનત કરીને તેમના દ્વારા ૫૦૦ કિલો મીઠાઈ અને ફરસાણ નો મહા અન્નકૂટ પ્રસાદ ધરવામાં આવ્યો હતો તેમજ ભોજન પ્રસાદ માં ૧૮૦૦ લીટર કેરીનો રસ અને ૪૫૦ કિલો લોટની રોટલી આ સાથે ૫૦૦ કિલો બટાટા નું શાકભાજી, ચોખા ૩૦૦ કિલો અને દાળ ૧૨૦ કિલો નો પ્રસાદ નું ભવ્ય આયોજન કરીને મોઢ ઘાંચી જ્ઞાતિ સમાજ ના માઈ ભક્તો તેમજ આગેવાનો એ લાભ લીધો હતો ડીસા મોદી સમાજ ના પ્રમુખ શ્રી ઈશ્વરલાલ કાનુડાવાલા, દેવચંદભાઈ હેરૂવાળા, રસ રોટલી સમિતિના પ્રમુખ શ્રી પીનલભાઈ નાસરીવાળા, સંજયભાઈ ચોખાવાળા,તેમજ કારોબારી ના સભ્યો એ ડીસાના ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર નું સન્માન કર્યું હતું
આ રસ રોટલી ના પ્રસાદનું સુંદર આયોજન રસ-રોટલી સમિતિના તમામ સભ્યો ખડેપગે ઉભા રહી સારી જહેમત ઉઠાવી ને આ પ્રસંગને દીપાવ્યો હતો