થરાદ માં આવેલ આસ્થા નામની ખાનગી હોસ્પિટલના ડોક્ટર હીરજીભાઈ પટેલે કોરોના મા ખુબ સારી સેવા આપવા બદલ અનેક સ્થાનિક સંગઠનો તેમજ સામાજિક આગેવાનો દ્વારા તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ આસ્થા નામની હોસ્પિટલ ના ડોક્ટર તેમજ સ્ટાફ દ્વારા કોરોના ની વિકટ પરિસ્થિતિમાં પોતાના જીવને જોખમમા મૂકીને અનેક લોકોને ખુબ સારી સેવા આપી છે અને અમુક વીક પરિસ્થિતિ ના લોકો ના બિલ પણ માફ કર્યા છે તેમજ લોકડાઉન ના સમયમાં દર્દી સાથે આવનાર સંબંધીઓ માટે રહેવાની તેમજ જમવાની સુવિધા નિઃશુલ્ક પુરી પાડી છે ત્યારે સ્થાનિક સંગઠનો તેમજ અઢારે આલમના સામાજિક આગેવાનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના વાવ તાલુકા અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય કિસાન સંગઠન ખેડૂત આગેવાન આઈ. વી. ગોહિલ તેમજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના થરાદ તાલુકા મહામંત્રી તેમજ થરાદ પત્રકાર ફિલ્ડ સંગઠન પ્રમુખ શ્રી ભરતસિંહ એલ રાજપૂત દ્વારા આજે લખાપીર દાદા ની તસ્વીર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે ડો. હીરજીભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે લોકો ડોક્ટર ને ભગવાન નુ સ્વરૂપ સમજે છે અને આવી કોરોનાની વિકટ પરિસ્થિતિમાં અમને લોકોની સેવા કરવાનો અમને એક મોકો મળ્યો હતો એટલા માટે અમે અમારી ફરજ બજાવી છે અને કોરોના ની બીમારી દેશમાંથી દૂર થાય એવી માતાજી ને પ્રાર્થના કરીયે છીએ