બનાસકાંઠા જિલ્લાના સૌથી ઊંચા પર્વત શ્રી સાંકળેશ્વરી માતાજી ના ધામ ખાતે તિરંગો લહેરાવ્યો અને ટ્રેકિંગ પ્રવાસ યોજાયો
તારીખ: 17.10.202

જન સેવા એજ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુર અને મહિલા કલા-નિધિ ટ્રસ્ટ દ્વારા ટ્રેકિંગ પ્રવાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં પાલનપુર શહેર તેમજ બનાસકાંઠા જીલ્લાના વિવિધ સ્થળેથી આવેલા મિત્રો અને છાપરા ગામના મળીને કુલ ૫૦ જેટલા મિત્રો આજે ટ્રેકિંગ પ્રવાસમાં જોડાયા હતા…શ્રી માં સાંકળેશ્વરી પાસે આવેલા છાપરા ગામના શ્રીમતી પિન્કીબેન ધ્રાંગીની દીકરી ખુબ જ ગંભીર બિમાર હતી.. ગ્રુપના મિત્ર અહેમદભાઈ હાડા દ્વારા તેણીની સધન સારવાર અર્થે તેણીને અમદાવાદ ખાતે યુ.એન.મહેતા,હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગ માં લઈ જવામાં આવેલ ત્યાં તેનું હદયનું સફળ ઓપરેશન તાત્કાલીક કરવામાં આવેલ…દીકરીની હાલત ખુબ જ ગંભીર હોય તેણીની રક્ષા-સફળ ઓપરેશન થાય તેણીના સ્વસ્થ જીવન માટે શ્રી માં સાંકળેશ્વરી માતાજી ની માનતા માનેલી …હાલમાં આ દીકરી સંપુણઁ સ્વસ્થ છે અને તેણીની માનતા પૂરી કરવા તેમજ દીકરીના તંદુરસ્તમય જીવન માટે પ્રાથઁના કરવા પ્રકૃતિપ્રેમીઓ સાથે “પ્રકૃતિવંદના” કરવા વિવિધ સેવાકીય સમર્પિત કમઁયોગી મિત્રો સાથે જનસેવા ગ્રુપના મિત્રો મહિલા કલાનિધી ટ્રસ્ટના મિત્રો અને છાપરા ગામના મિત્રો દ્વારા આજે એક દિવસીય ટ્રેકિંગ પ્રવાસ યોજવામાં આવ્યો હતો ત્યાં બધા મિત્રોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી .. તથા શ્રી માં સાંકળેશ્વરી માતાજીના પર્વત ઉપર ભારત દેશનો તિરંગો લહેરાવીને ગર્વ નો અનુભવ કર્યો હતો.. ….આ પ્રવાસના અંદર અલગ-અલગ જગ્યાએથી આવેલા મિત્રોનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિશેષમાં કુલદીપ ભાઈ પટેલ અને જયરાજભાઈ પટેલ જેવો કાશ્મીરમાં સૌથી ઊંચા પર્વત પર તિરંગો લહેરાવ્યો હતો તેમનું ખેસ અને પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સાથે ઉત્તરોતર વિવિધ સોપાનો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. બેસ્ટ ટ્રેકિંગ કરનાર મિત્રોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું…આ કાર્યક્રમમાં ગ્રુપના અહેમદભાઈ હાડા ,જયેશભાઈ સોની ખાસ આમંત્રિત મિત્રોમાં સવઁશ્રી,માનવતા ગૃપ,ભાભરના લાખાભાઈ દેસાઈ, શૈલેષભાઈ પ્રજાપતિ,ભાણજીભાઈ પટેલ,બાબુભાઈ દેસાઈ, બનાસડેરી પરિવારમાંથી સેવાભાવી વડગામ.ડોટકોમના પ્રણેતા નિતીનભાઈ પટેલ,અશોકભાઈ, કાણોદર થી મિત્રોમાં યુ.એસ.એ.થી એન.આર.આઈ.શબ્બીરભાઈ કુગશીયા,અકબરભાઈ વકીલ,અહેમદભાઈ હસન,નુરભાઈ પોલરા,લિયાકતભાઈ દેસાઈ, ખાલિદ હસન,પાલનપુરના જીગરભાઈ જોષી(બી.આર.સી,દાંતીવાડા) સહ પરિવાર,વિશ્વા વાઘેલા,સંજયભાઈ ગુરનાની,સુસમીત પરીખ,પારસ ભાઈ,જયેશભાઈ માળી, સન્ડે પાઠશાળાના રાકેશભાઈ ડાંગીયા,જીજ્ઞેશભાઈ,છાપરાના કાંતિભાઈ ધ્રાંગી,પિન્કીબેન, આશાબેન સહ પરિવાર સહિત મિત્રો જોડાયા આ અલૌકિક પ્રકૃતિપ્રેમીઓ સાથેનો આ ટ્રેકિંગ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો