Publisher Theme
I’m a gamer, always have been.

ડીસામાં માઁ ભગવતીમાં આજથી શરૂ થતાં નવરાત્રિના પહેલા જ દિવસે એકજ સાથે બે મડર ના ખેલ એક જ રાતમાં બે હત્યા થતા શહેર માં ફફડાટ

0 107

રાજ્ય ભરમાં ધાડ લૂંટ હત્યાના બનાવોમાં ભયજનક વધારો થતાં પોલીસ સામે લોકોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ડીસા શહેરમાં એક રાતમાં બે લોકોની હત્યા થતા પંથકમાં ચકચાર મચી ગઇ છે.


બનાસકાંઠાના વેપારી મથક તરીકે રાજ્ય ભરમાં પ્રખ્યાત ડીસા શહેરના સાંઈબાબા મંદિરના ચોકીદાર તેમજ એક હોસ્પિટલના સ્ટાફ ક્વાટર્સમાં મહિલા ની એકજ રાતમાં કરપીણ હત્યાની ઘટનાથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ છે.

ડીસા શહેરમાં આવેલા સાંઇબાબા મંદિરના ચોકીદારની તેમજ ભણસાલી હોસ્પિટલના સ્ટાફ ક્વાટર્સમાં રહેતી મહિલાની ગત મોડી રાત્રે હત્યા કરાઈ હોવાનો બનાવ સામે આવતા પોલીસ સ્થળ પર દોડી પહોંચી હતી અને બનાવ અંગેની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. જોકે એકજ રાત માં બે હત્યાના બનાવો બનતા શહેરવાસીઓમાં સુરક્ષા ને અનેક સવાલો પોલીસ સામે થઈ રહ્યા છે

Leave A Reply

Your email address will not be published.