Publisher Theme
I’m a gamer, always have been.

આર.આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર ખાતે નશાબંધી સપ્તાહની ઉજવણી કરાઇ

0 39

બનાસકાંઠા ડીસ્ટ્રીકટ કેળવણી મંડળ સંચાલિત આર.આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુરના એન.એસ.એસ યુનિટ તથા નશાબંધી અને આબકારી ખાતું પાલનપુરના સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતી નિમિત્તે નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે નશાબંધી જાગૃતિ અંગેની વિવિધ સ્પર્ધાઓ જેવી કે વકતૃત્વ, નિબંધ, પેઈન્ટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજમાન કોલેજ તથા જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

આ સ્પર્ધાઓમાં 230 જેટલા વિધ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જે પૈકી 210 જેટલા વિદ્યાર્થીઓએ ઉપરોક્ત સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓ પૈકી પેઈન્ટીંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમે મેવાડા પૂર્વીબેન, દ્વિતીય ક્રમે આદિલ પઠાણ તથા સુથાર દેવયાની અને તૃતીય ક્રમે કનુંભાઈ પરમાર, નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે સોની ભક્તિ, દ્વિતીય ક્રમે મજેઠીયા મીનાબેન તથા તૃતીય ક્રમે મોદી સલોની અને વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે રાવલ માનસી, દ્વિતીય ક્રમે પરમાર કિંજલ અને તૃતીય ક્રમે ચૌધરી ગોવિંદ ભાઈ આવ્યા હતા.

દરેક સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓનું કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. નશાબંધી સપ્તાહના ઉદ્ઘાટન સમારોહમાં વિવિધ વક્તાઓએ નશાના કારણો તથા અસરો અને પરિણામો વિવિધ દષ્ટાંત આપી સમજાવ્યા હતા, તથા નશો નહિ કરવાનો અને આજુબાજુ કોઈ નશો કરતુ હોય તો તે અટકાવવાની વાત ઉપર ભાર મુક્યો હતો. વિદ્યાર્થીઓએ પણ ખુબ જ ઉત્સાહ પૂર્વક ચર્ચામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બનાસકાંઠા ડીસ્ટ્રીકટ કેળવણી મંડળના સેક્રેટરી સુનીલભાઈ શાહ, બનાસકાંઠા જિલ્લા નશાબંધી અને આબકારી ખાતુ પાલનપુરના પોલીસ અધિક્ષક ડી.એન. પરમાર, બ્રહ્માકુમારી પાલનપુર ખાતેથી ભારતીદીદી, એસ.ઓ. જી.પી.આઈ.ડી.આર ગઢવી વગેરેએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પાલનપુરના જાણીતા સાઈક્યાટ્રીસ્ટ ડૉ. દેવેન્દ્ર ચૌધરીએ ખુબ જ હળવી ભાષામાં નશાબંધી અંગેની સચોટ માહિતી અને માર્ગદર્શન પૂરું પડ્યું હતું, તેમજ વિદ્યાર્થીઓના સવાલોના સરસ જવાબો આપ્યા હતા.

કોલેજના પ્રિન્સીપાલ ડૉ યોગેશ બી. ડબગરે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન પી.ઓ. કે.આર. ગઢવી વિદ્યાર્થીઓને નશાબંધી માટેના શપથ લેવડાવ્યા હતા. આભાર વિધિ નશાબંધી અને આબકારી ઓફીસ પાલનપુર ખાતેના પી.આઈ.એન. એ. દેવાણી કરી હતી,

Leave A Reply

Your email address will not be published.