
પૈસાનું કંઈક કરવું પડશે,
મારે પૈસાનું કંઈક કરવું પડશે.
સંબંધ બગાડે છે આ પૈસા ,
સંબંધ બનાવે છે આ પૈસા !
ખેલ નવાં બતાવે આ પૈસા .
આમ તેમ દોડાવે આ પૈસા .
પૈસાનું કંઈક તો કરવું પડશે,
મારે પૈસાનું કંઈક કરવું પડશે.
દોસ્ત બનાવે છે આ પૈસા ,
દુશ્મન બનાવે છે આ પૈસા !
સીધા બનાવે છે આ પૈસા .
આડા બનાવે છે આ પૈસા .
પૈસાનું કંઈક તો કરવું પડશે,
મારે પૈસાનું કંઈક કરવું પડશે .
સારા બનાવે છે આ પૈસા ,
ખોટા બનાવે છે એ પૈસા !
રંગ બનાવે છે આ પૈસા .
ભંગ કરાવે છે આ પૈસા .
પૈસાનું કંઈક તો કરવું પડશે,
મારે પૈસાનું કંઈક કરવું પડશે .
નંગ બતાવે છે આ પૈસા ,
સંગ બનાવે છે આ પૈસા !
દંગ કરાવે આ છે આ પૈસા.
ને જંગ કરાવે છે આ પૈસા
પૈસાનું કંઈક તો કરવું પડશે,
મારે પૈસાનું કંઈક કરવું પડશે..
❤️ રંગીન કાગડો❤️