ગાંધીનગર સેક્ટર ૧૪ ગુપ્તા સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રાંગણમાં મહાત્મા ગાંધી જી ની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ ઇંડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ દ્વારા સવારે ૯ વાગ્યે યોજાય ગયો જેમાં અધ્યક્ષ શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ,, શ્રી પાર્થ પત્રકાર, અતિથિ વિશેષ તરીકે શ્રી હસમુખ ભાઇ આચાર્ય ઉપ પ્રમુખ શ્રી મંગળ સિંહ સોલંકી, ડાયરેક્ટર શ્રી ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર, ઇંડિયન લાયન્સ ડાયરેક્ટર શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ, શ્રી મહેન્દ્ર સિંહ સોલંકી સેક્રેટરી, શ્રી સંજીવ યાદવ નેશનલ સેક્રેટરી, શ્રીમતી ઉષા બેન ચૌહાણ, ઇંડિયન લાયન્સ શ્રી ભરતભાઇ, ઇ. લા. શ્રી જયેશ ભાઇ ગોહિલ, શ્રી નીमेष ચૌહાણ, શ્રીમતી કૈલાશ બેન યાદવ શ્રી કાંતિ ભાઇ પટેલ એડવોકેટ, શ્રી પ્રકાશ ભાઇ તથા તેમના પત્ની અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મહાત્મા ગાંધી ને જન્મ દિવસ નિમિતે શુભેચ્છા પાઠવી હતી

આ કાર્યક્રમ માં ઇં. લા. શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા મહાત્મા ગાંધી ના કાર્યો વિશે માહિતી આપી હતી અને મોહન ગાંધી વિશે ગુજરાતી માં કવિતા પ્રસ્તુત કરી હતી.
આ કાર્યક્રમ માં શ્રી હસમુખ ભાઇ આચાર્યને પુષ્પ ગુચ્છ આપી શ્રી રાધેશ્યામ યાદવ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ શ્રી રાજીવ ગુપ્તા જી દ્વારા મહેમાનો ને દેશ ભક્તિ ની માળા અને ટોપી પહેરાવી સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમ માં શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ દ્વારા ઇંડિયન લાયન્સ કલબ ગાંધીનગર ના ચોથા વર્ષની ઉજવણી માવા ની કેક કાપી કરી હતી
આ કાર્યક્રમ માં બે યુવાઓ એ પોતાની સુંદર પ્રસ્તુતિ અભિનય દ્વારા સ્વરાજ વિશે સુંદર પ્રસ્તુતિ કરી હતી. તેઓને શ્રી રાજીવ ગુપ્તા જી સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ ના માલિકે મોમેન્ટ આપી સન્માનિત કર્યા હતા
અંતમાં રાષ્ટ્ર ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને ઈ. લા. શ્રી ભરત ભાઇ દેસાઇ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.