સ્વત્રંતા ની ચલાવી આંધી
નામે હતા એ મોહન ગાંધી
જનતા ની તો ફોજ બનાવી
દાંડી યાત્રા કરી નમક ઉઠાવી
કસ્તુરબા થી કરાવ્યો પરિશ્રમ
સુંદર બનાવ્યો સાબરમતી આશ્રમ
જીવન માં તે ખૂબ ભણ્યા
વિદેશ ભણી ને બેરિસ્ટર બન્યા
સ્વતંત્રતાની જ્યોત જલાવી
ભારત દેશ ને આઝાદી અપાવી
અંગ્રેજ ને બતાવ્યો દંડો
રાષ્ટ્ર તણો ફર કાવ્યો ઝંડો
અંગ્રેજો એ કરાવી હિંસા
ગાંધીજી એ અપનાવી અહિંસા
અહિંસા નો નારો લગાવ્યો
ખાદી તણો ગૃહ ઉદ્યોગ સ્થાપવ્યો
અછૂત ને બનાવ્યા પરિજન
નામ અનુપમ આપ્યું એવું હરિજન
બાપુ બની ગયા મહાત્મા ગાંધી
ભારત દેશ ને આઝાદી અપાવી
ડૉ ગુલાબચંદ પટેલ
કવિ લેખક અને અનુવાદક