થરાદ તાલુકાના ચાંગડા ગામે ધરણીધર ગૌશાળામાં ગાયોની સેવા કરતા ગૌશાળા ના પ્રમુખશ્રી અને સંચાલક ગોવિંદભારતી
થરાદ તાલુકાના ચાંગડા ગામે ધરણીધર ગૌશાળામાં ગાયોની સેવા કરતા ગૌશાળા ના પ્રમુખશ્રી અને સંચાલક ગોવિંદભારતી પાછલા દશેક વર્ષથી ગાયોની સેવા કરે છે અને પોતે ગૌશાળા ચલાવી રહ્યા છે અને ગૌમાતાને સેવા કરે છે જે પ્રકારે કોરોનાની મહામારી આવી અને અત્યારે જે પ્રકારે કોરોનાની મહામારી ચાલી રહી છે તેણે ધ્યાનમાં લઇ આજુબાજુ ગામડા માં પણ ગાયો માટે મફતમાં લીલો ઘાસચારો પોકાડે છે લુવાણા દિપડા બેવટા જેવા અન્ય ગામોમાં ગાયો માટે લીલો ઘાસચારો આપીને આ ભાગીરથ કાર્ય કરી રહ્યા છે જે ગામોમાં ઘાસચારાની અછત દેખાતા એ ગામમાં પોતે જાતે જઈને ઘાસચારો આપે છે અને આજે લુવાણા કળશ ગામ ના વતની અને ગૌભક્ત અને હનુમાનજી ઉપાસક એવા શ્રી નરસી એચ દવે અને પોતાની ટીમ દ્વારા પણ પાછલા કેટલાક સમયથી લુવાણા કળશ ગામની સોટા ની રળાવુ ગાયો ની સેવા કરી રહ્યા છે

આજે પોતે નરસી ભાઈ એચ દવે ચાંગડા ગામ ની ધરણીધર ગૌશાળાની મુલાકાત લીધી તે અને ગૌશાળા ના પ્રમુખ શ્રી ગોવિંદભારતી પોતે સુંદર મજાનો બગીચો બનાવ્યો છે અને આજે પણ વૃક્ષારોપણ કર્યું હતું આ ગૌશાળા ની અંદર ગોવિંદ ભારતી ના મહેનતથી સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે તેમાં અનેક પ્રકારના વૃક્ષો છે અને કેટલા ક ફળો વાળા પણ વૃક્ષો છે આવા સુંદર વૃક્ષો વાવીને આ ધરણીધર ગૌશાળા રોનક વધારી રહ્યા છે અને આ બગીચા દ્વારા ગાયો માટે પણ સુંદર કાર્ય કરી રહ્યા છે તેમને ગાયો માટે સેવા અને મહેનત કરી રહ્યા છે અને ધાર્મિક કાર્ય કરી રહ્યા છે આ સેવાના કાર્ય કરીને પોતે ધન્યતા અનુભવી રહ્યા છે