સમાજ સેવા |નિ: સ્વાર્થ સેવા સંગઠન દ્વારા સફાઇ કામદાર,સામાજિક કાર્યકર,તબીબોનું સન્માન કરાયું
કોરોનાના કપરા કાળમાં એમણે જીવના જોખમે ફરજ બજાવી હતી. લોકોમાં જાગૃતિ લાવી હતી. પરિણામએ આવ્યું છે કે, આજે આપણે કોરોનાથી સુરક્ષિત છીએ. પાલનપુર ખાતે યોજાયેલા નિ:સ્વાર્થ સેવા સંગઠન દ્વારા કરાયેલા 71 કોરોના વોરિયર્સના સન્માન સમારોહમાં મહાનુભાવોએ જણાવ્યું હતુ. પાલનપુરમાં નિ:સ્વાર્થ સેવા સંગઠન દ્વારા કાનુભાઇ મહેતા હોલમાં કોરોના કાળમાં પોતાનો જીવ જોખમમાં મુકી ફરજ બજાવનારા સફાઇ કર્મચારીઓ, પોલીસ, ડોકટર તેમજ સામાજીક કાર્યકરો મળી 71 કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે પ્રમુખ નિતીનભાઇ ઠાકોરે જણાવ્યું કે, કોરોનાના કપરા કાળમાં એમણે જીવના જોખમે ફરજ બજાવી હતી. લોકોમાં જાગૃતિ લાવી હતી. પરિણામએ આવ્યું છે કે, આજે આપણે કોરોનાથી સુરક્ષિત છીએ. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ, સંત શ્રીદોલતરામ મહારાજ, નંદાજી ઠાકોર, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો,સુનિલભાઈ જોષી, ડીવાયએસપી આર. કે. પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસર સતીષપટેલ, મહંત શ્રી દયાલપુરી બાપુ, મહિલા પ્રભારી પુષ્પાબેન ઠાકોર, ગોલ્ડ મેડાલિસ્ટ પુજા પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલ ભાઈ જોશી દ્વારા નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખને બનાસકાંઠા જિલ્લાના સોનુ સૂદનું ઉપનામ આપી નામ આપી લોકહિતના કાર્યો કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.