પોલીસે રૂ.20,000ના 4 મોબાઇલ કબ્જે કર્યો
પાલનપુર માલણ દરવાજા વિસ્તારમાં ચોરીના મોબાઇલ વેચવા ઉભેલા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા 20,000ના ચાર મોબાઇલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઇ બી. કે. ચૌધરી સ્ટાફ સાથે માલણ દરવાજા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમિયાન રોડ નજીક મોબાઇલ ફોન વેચવા માટે ઉભેલા માલણ દરવાજા વિસ્તારનો આરીફખાન નાસીરખાન પઠાણ અને સિધ્ધપુરનો મહેશભાઇ શંકરભાઇ પટણીને ઝડપી લીધા હતા. જેઓ ચોરીના મોબાઇલ ફોન વેચતા હોવાનું જણાવતાં તેમની પાસેથી રૂપિયા 20,000ના મોબાઇલ ફોન નંગ ચાર કબ્જે લઇ ગૂનો નોંધી વધુ પુછતાછ હાથ ધરવામાં આવી હતી.