Publisher Theme
I’m a gamer, always have been.

નો પાર્કિંગ ઝોન મા ઊભા વાહનો અને હાઇવે માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનો ને લઇ અંબાજી મા ટ્રાફિક જામ

0 171

પિયુષ પ્રજાપતિ,દાંતા

51 શક્તિપીઠ સર્કલ થી લઈને જૂના નાકા સુધી નો રોડ નો પાર્કિંગ ઝોન હોવા છતાં અંબાજી પોલીસ અમલીકરણ બાબતે સુસ્ત

અંબાજી ના 51 શક્તિપીઠ સર્કલ થી લઈને જૂના નાકા સુધી ના હાઇવે માર્ગ વચ્ચે ટ્રાફિક નો ખુબજ ધસારો થતો હોય છે. આ હાઇવે માર્ગ અંબાજી મંદિર ના શક્તિદ્વાર ના આગળ થી પસાર થાય છે. જેના કારણે વાહનો લઈને આવતા યાત્રાળુઓ નો ધસારો મોટા પ્રમાણ માં જોવા મળતો હોય છે. આ હાઇવે માર્ગ પર યાત્રાળુઓ ની અવર જવર હોવા ના લીધે અને મોટી સંખ્યા માં પસાર થતા વાહનો ને ધ્યાને રાખી ને 51 શક્તિપીઠ સર્કલ થી લઈને જૂના નાકા સહિત ના અન્ય માર્ગો ને જિલ્લા કલેક્ટર દ્વારા નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. આ માર્ગ પર ગેરકાયદેસર રીતે ઊભા રહેતા વાહનો અને પાર્ક કરેલા વાહનો પર કાર્યવાહી કરવા નું હુકમ પણ કરવા મા આવ્યો છે.

રવિવાર હોય કે પૂનમ હોય કે કોઈ જાહેર રજા ના દિવસો મા અંબાજી મા યાત્રાળુઓ ની સંખ્યા માં વધારો જોવા મળે છે. અને વાહનો ની સંખ્યા પણ વધી જતી હોય છે. ત્યારે અંબાજી ના પોલીસ જવાનો અને ટીઆરબી ના જવાનો ની કામગીરી જોવા નથી મલી રહી છે. જેના લીધે અંબાજી ના જાહેર હાઇવે માર્ગો પર વાહનો આડેધડ ઉભી કરી રહ્યા છે. અને રીક્ષાઓ નો પાર્કિંગ ના બોર્ડ જોડે મોટા પ્રમાણ માં ઉભા છે. હાલ માં સમગ્ર અંબાજી ના માર્ગો પર વાહનો માટે બનાવેલા નિયમો અને જિલ્લા કલેકટર ના જાહેર નામાં ને અંબાજી પોલીસે સાઈડ મા મૂકી દીધા છે. જેનું પરિણામ આમ જનતા અને બહાર થી આવતા યાત્રાળુઓ અને વાહન ચાલકો ભોગવી રહ્યા છે.

અંબાજી ના હાઇવે માર્ગો પર વાહનો ને ઉભા રહેવા માટે વાહન ચાલકો પાસે રૂપિયા લેવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે. અંબાજી પોલીસ દ્વારા રીક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો જોડે દર મહિને રૂપિયા બાંધી દેવામાં આવ્યા છે. તેવી ચર્ચાઓ જોર પકડી રહી છે. ત્યારે જ અંબાજી ના 51 શક્તિપીઠ સર્કલ થી લઈને જૂના નાકા સુધી ના હાઇવે માર્ગ પર રીક્ષાઓ અને ગાડીઓ નો પાર્કિંગ ઝોન મા બિન્દાસ ઉભી રાખવા મા આવી રહી છે.

Leave A Reply

Your email address will not be published.