Publisher Theme
I’m a gamer, always have been.

પાટણ ના સાંસદ માતાજી ના દર્શનાર્થે, સાંસદે માતાજી ના ચરણો મા શીશ નમાવી ધન્યતા અનુભવી,અંબાજી મંદિર ના શિખરે ધજા ચડાવીને જીત ની બાધા પૂર્ણ કરી

0 7

ગુજરાત ના બનાસકાંઠા જિલ્લામાં આવેલું માં જગત જનની અંબા નું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. માં અંબા નુ આ ધામ શક્તિપીઠ અંબાજી અને ગોલ્ડન ટેમ્પલ તરીખે પણ ખ્યાતિ ધરાવે છે. માં જગતજનની જગદંબા ના પ્રતિ કરોડો લોકો ની આસ્થા જોડાયેલી છે. ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિર મા દર રોજ હજારો લોકો માતાજી ના ચરણો મા શીશ નમાવવા અને માતાજી નો આશીર્વાદ લેવા અંબાજી આવે છે.

દેશ ભર થી અનેકો નેતાઓ અને અભિનેતાઓ પણ શક્તિપીઠ અંબાજી મા માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે આજે ગુજરાત ના પાટણ જિલ્લા ના સાંસદ માતાજી ના દર્શનાર્થે આવી પહોચ્યા હતા. આજે પાટણ લોકસભા સીટના સાંસદ જીતીને અંબાજી દર્શન કરવા આવ્યા હતા. હાલ માં યોજાયેલી લોકસભા ચૂંટણી મા પાટણ લોકસભા સીટ ઉપર ભારે ચઢાવ ઉતાર બાદ બીજેપી ના ભરતસિંહ ડાભીનો વિજય થયો હતો.

લોકસભા ચૂંટણી બાદ અંબાજી મંદિરમાં હાલમાં વિજેતા સાંસદો દર્શન કરવા આવી રહ્યા છે. ગેનીબેન ઠાકોર, શોભનાબેન બારૈયા અને આજે ભરતસિંહ ડાભી દર્શન કરવા આવ્યા હતા. માતાજી ના દર્શન કર્યા બાદ સાંસદે અંબાજી મંદિર ના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી. જીત બાદ મંદિર ઉપર ધજા ચઢાવવાની માનતા માની હતી તે આજે પૂર્ણ કરી હતી. મંદિરના મહારાજ દ્વારા ભરતસિંહ ડાભી ને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. માતાજી ના દર્શન કર્યા બાદ સાંસદ માતાજીની ગાદી ઉપર પહોચ્યા હતા ત્યાં ભટ્ટજી મહારાજ દ્વારા રક્ષા કવચ બાંધવામાં આવ્યુ હતું. મેરૂજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પરિષદ ના સભ્ય તરીકે છે તેમને લોકસભા ચૂંટણી મા પાટણ ના ભરતસિંહ ડાભી ના વિજય થવા માટે માતાજી થી પ્રાર્થના કરી મંદિર ના શિખરે ધજા ચઢાવવા ની બાધા રાખી હતી ત્યાર બાદ પાટણ જિલ્લા પર ભરતસિંહ નો વિજય થતા આજે મેરૂજી ઠાકોર પાટણ ના સાંસદ સાથે આવી અંબાજી મંદિર ના શિખરે ધજા ચઢાવી બાધા પૂર્ણ કરી હતી.

Leave A Reply

Your email address will not be published.