ધાનેરામાં ગટરના પાણી રોડ પર ભરાઈ રહેતાં રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આ સમસ્યાનો હલ લાવવા લોકોમાં માંગ ઉઠી
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરામાં ભૂગર્ભ ગટર લાઈન બનાવવામાં આવી ત્યારથી સતત વિવાદમાં રહી છે. શહેરમાં ખુલ્લી ગટરો પુરી દેવામાં આવી છે. અને ભૂગર્ભ ગટર મહદ અંશે નિષ્ક્રિય બરાબર છે. ત્યારે પાણીનો નિકાલ ક્યાં કરવો તે ગંભીર પ્રશ્ન બની રહ્યો છે.અને તેથી આ ગંદા પાણી શહેરના રસ્તાઓ પર ભરાઈ રહે છે.આથી લોકોમાં રોગચાળો ફેલાવાની સંભાવના વર્તાઈ રહી છે.