Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના અનાપુરગઢનાં યુવાનનું અમેઠીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં મોત

0 114

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ઉત્તરપ્રદેશનાં અમેઠીના બજાર શુક્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર કાર ટેન્કર સાથે અથડાતા અકસ્માતમાં ધાનેરાના અનાપુરગઢનાં યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ ઘાયલ થયાં હતાં.જેમને સારવાર અર્થે ખસેડાયા હતા.

ધાનેરા તાલુકાના અનાપુરગઢ ગામના વિશાલભાઇ ચૌધરીપોતાના ત્રણ મિત્રો પિયુષભાઈ છોટુભાઈ અને કલ્પેશભાઈ સાથે વેટેનરીમાં વપરાતા પ્લાસ્ટીકનાં હાથ મોજા બનાવવાનું મશીન લેવાં રવિવારે બિહાર ગયાં હતા.બિહારથી સોમવારે ગુજરાત આવા નીકળ્યા હતા.જેઓ બિહારથી ઉત્તરપ્રદેશનાં અમેઠીના બજાર શુક્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પરથી રાત્રે કાર લઈને પસાર થઈ રહ્યા હતા.ત્યારે ત્યાં રોડ પર દિવસે અકસ્માત થયેલ ટેન્કર સાથે કાર ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ધાનેરાના અનાપુરગઢનાં 23 વર્ષીય વિશાલભાઈ જગમાલભાઈ ચૌધરીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ ઘાયલ થયાં હતાં.વિશાલ તેના મા-બાપનો એકનો એક દીકરો હતો. હવે વિશાલનું મોત થતાં મા-બાપે દીકરા વિહોણા થયાં છે.યુવકના મોતને લઈ ગમગીની છવાઈ ગઈ હતી.

Leave A Reply

Your email address will not be published.