રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સિતલ શોપિંગ સેન્ટર જર્જરિત બનતા તેને ઉતરવા માટે પાલિકા દ્વારા અનેક નોટિસો આપવામાં આવી હતી. અંતે વેપારીઓએ ખાલી કરીને પોતાના ધંધા રોજગાર બીજે લીધા હતા. અને કોન્ટ્રાકટર દ્વારા આ સોપિંગ બનાવવા માટે વેપારીઓ જોડે વાટાઘાટો કરી તોડવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ તોડવાની કામગીરી અધુરી મુકી દેતા બાજુમાં પસાર થતા રોડ ઉપરના રાહદારીઓ ભયના ઓથા હેઠળ પસાર થઇ રહ્યા છે. ત્યારે એ શોપિંગ સેન્ટર ઉતારી લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.