Publisher Theme
I’m a gamer, always have been.

શિયા ગામે 750 કરોડના સોલાર પ્રોજેક્ટમાં 240 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે

0 117

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકાના શિયા ગામમાં જમીન ભાડે આપનાર ખેડૂતોને રવિવારે ચેક આપવામાં આવ્યા હતા. ધાનેરા તાલુકામાં સરહદી ગામોમાં ભૂગર્ભના તળમાં પાણી રહ્યા નથી. જેના કારણે ખેડૂતોની હજારો એકર જમીન માત્ર ચોમાસા ઋતુ પર આધારિત બની ગઈ છે. આવા સમયે ખેડૂતોને પોતાની ખેતીની જમીનનું ભાડું મળતા ખેડૂતોએ આદિત્ય બિરલા ગ્રુપને 29 વર્ષ અને 11 માસ માટે સોલાર પ્લાન્ટ માટે ભાડે આપી આવક શરૂ શરૂ કરી છે. 240 મેઘા વોટના પ્રોજેક્ટ માટે 750 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યું છે.ધાનેરાના શિયા ગામમાં પોતાની જમીન ભાડે આપનાર જમીનદારોને ભાડાના કરાર મુજબ પ્રથમ વર્ષના એડવાન્સ ભાડાના ચેક આપવા માટે ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સાથે ડીસા બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ દેસાઈ ધાનેરા બજાર સમિતિના ચેરમેન ભુરાભાઈ પટેલ સાથે પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, ભગવાનદાસ પટેલ, હરજીવનભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, જોઇતાભાઈ શેઠ, ડામરાજી રાજગોર, રામજીભાઈ રાજગોર સહિત અનેક નેતાઓની હાજરી જોવા મળી હતી.50 જેટલા ખેડૂતોને પોતાના જમીનનાં માપદંડ પ્રમાણે એડવાન્સ ચેક આપવામાં આવ્યા હતા. આદિત્ય બિરલા ગ્રૂપ 240 મેઘા વોટના પ્રોજેક્ટ માટે 750 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યું છે. વાઇસ પ્રેસિડેન્ટ સમિરદાસએ સોલર પ્લાન્ટના પ્રોજેક્ટને લઈ ખેડૂતોને મહત્વની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે સોલાર પ્લાન્ટની સાથે આસપાસના વિસ્તારનો વિકાસ પણ થશે. ડીસા બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ રબારીએ નડતરરૂપી વૃક્ષના નિકંદન સામે આનાથી બે ઘણા વૃક્ષનું વાવેતર કરવા માટે અપીલ કરી હતી.

Leave A Reply

Your email address will not be published.