Publisher Theme
I’m a gamer, always have been.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે પાટણની શ્રીમંત ફતેસિંહરાવ લાઈબ્રેરી અને કે.કે.ગર્લ્સ હાઇસ્કુલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય કવિ સંમેલનમાં યોજાયો

0 99

રિપોર્ટર ઈકબાલ શાહ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે પાટણની શ્રીમંત ફતેસિંહરાવ લાઈબ્રેરી અને કે.કે.ગર્લ્સ હાઇસ્કુલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય કવિ સંમેલનમાં યોજાયો હતો પીડ પરાઈ જાણે રે એ શીર્ષક હેઠળ યોજાયેલ સંમેલનની શરૂઆત ગાંધીબાપુના પ્રિય ભજન વૈષ્ણવજનથી કરવામાં આવી હતીા પાટણની ઘરાના જ એક કવિ રત્ન અને લાઇબ્રેરીના મને જાણો કાર્યક્રમના સંયોજક નગીનભાઈ ડોડીયાએ જણાવ્યું કે કવિતા એ શબ્દોનું સૌંદર્ય છે હૃદયનો કોઈ એવો ભાવ નથી કે સમાજનો કોઈ એવો પ્રસંગ નથી કે જ્યાં કવિતા નથી. થોડા જ શબ્દોમાં ચોટદાર અભિવ્યક્તિની નીપજ એટલે કવિતા. ગુજરાતી સાહિત્યના ઉત્તમ કવિઓની ઉત્કૃષ્ટ પંક્તિઓ રજૂ કરીને નગીનભાઈએ શ્રોતાઓના મન મોહી લીધા હતા. હથેળીમાં મહેંદી મૂકે છે પ્રસંગો, લટોમાં ફૂલોને ગૂંથે છે પ્રસંગો, જેવી પોતાની માનવ જીવન અને સમાજ જીવનની પરિસ્થિતિનું નિરૂપણ કરતી સ્વ રચિત રચનાઓ રજૂ કરી શ્રોતાઓને આનંદિત કર્યાં હતા.આ પ્રસંગે પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી નૈષધભાઈ મકવાણાએ ગાંધી દર્શન મૂલ્યો સિદ્ધાંતોની કવિતાઓ અને શિક્ષણ અને આધ્યાત્મિકતાના વિષયને લગતી કવિતાઓ રજૂ કરી શ્રોતાઓને રસથી તરબોળ કર્યા હતા. પામી ગયો છું પ્રેમનું પાતાળ,ને ગગન, બાકી રહી છે ક્યાં કસર તમને મળ્યા પછી… આવી પ્રણયના મુક્ત ભાવો ને રજુ કરતી સૌંદર્યદર્શી ગઝલ અને નજમ,મુક્તક રજૂ કરી નિષાદ ઓઝા, અમન એ ઉપસ્થિત સૌ કોઈને ડોલાવી દીધા હતા.. ઉભરતા યુવાન કવિ અને વિવિધ વિષયો પર છટાદાર અને ચોટદાર લખતા અને રજૂ કરતાં કુલદીપ ઠક્કરે પારકી છઠ્ઠીને કાજે રાતભરની નીંદત્યાગે એ જટાયુ એવી કવિતા અને મારી ભીતર કંઈ જાગે છે શોર એવી કૃતિઓ રજૂ કરી ભાવકોને વિચારતા કરી મુક્યા હતા ..
સાહિત્ય એવોર્ડ વિજેતા બાબુભાઈ નાયક દ્વારા રાકડી રેશમ ગીત અને મંદાક્રાંતા છંદમાં રચિત જુદાકવિતા અને સાહિત્ય રસ પીરસી રંગ જમાવ્યો હતો.. રાષ્ટ્રીય સ્તરે ચિત્રકાર તરીકે જેની ગણના અને સાહિત્યના અનેક પ્રકારોમાં ખેડાણ કર્યું છે એવા આપણા પાઢણ પંથકના ગૌરવ ઋજુ હૃદય એવા ધરમસિંહ પરમાર એ ગુજરાતની ધરતી અને સામાજિક સ્થિતિને લગતી કવિતાઓ રજૂ કરી શ્રોતાઓને આનંદમગ્ન કર્યા હતા..તો મંગળ રાવળે પણ તેમની રચનાઓથી મોજ કરાવી હતી.
આ પ્રસંગે મનીષા પટેલ, મંસી એ લાગણી એક કુવારી મરી ગઈ, થોડીક એને ખુમારી નડી ગઈ જેવી લાગણી સભર કૃતિઓ રજૂ કરી હતી. રિજીયોનલ સાયન્સ સેન્ટર ના ડાયરેક્ટર સુમિતભાઈ શાસ્ત્રી એ પણ ફિલ્મી ગીતોના ઢાળ અને શબ્દસુર સાથે રચનાઓ રજૂ કરી પાટણની પ્રભુતાનું સ્મરણ ગુંજતું કર્યું હતું… લાઇબ્રેરીના પ્રમુખ ડો. શૈલેષભાઈ સોમપુરા એ સર્વનું ભાવભીનું સ્વાગત કર્યું હતું અને આભારવિધિ કમલેશભાઈ સ્વામી એ કરી હતી… આ કાર્યક્રમમાં કારોબારી સમિતિના સભ્યો, મને જાણો પરિવાર નાં સભ્યો, શાળા પરિવાર નાં સભ્યો તથા સાહિત્ય રસિક શ્રોતાઓ હાજર રહ્યા હતા…

Leave A Reply

Your email address will not be published.