રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા છે. નર્મદાની પાઇપ લાઇન તૂટી જવાના કારણે નર્મદા યોજના દ્વારા ધાનેરા શહેરી વિસ્તારને મળતું પાણી છેલ્લા 7 દિવસથી બંધ છે. ત્યારે પાલિકા દ્વારા ધાનેરા શહેરી વિસ્તારમાં પાણી પુરવઠો પહોંચાડવા માટે ધાનેરા શહેરી વિસ્તારના 6 બોરવેલ 24 કલાક ચાલુ રાખી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. નર્મદાની પાઇપ લાઇન તૂટી જતાં ધાનેરા શહેરમાં 7 દિવસથી પાણી બંધ છે. જેથી ધાનેરા શહેરમાં કુલ 11 બોરવેલમાંથી માત્ર 6 બોરવેલ પાણી આપવા પાત્ર છે. જેને લઇ ધાનેરા નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા કાર્યરત 6 બોરવેલને બંધ બોરવેલની પાઇપ લાઈન સાથે જોડાણ કરી પાણીનો પુરવઠો આખા ધાનેરામાં પહોંચાડવામાં આવી રહ્યો છે. ધાનેરા શહેરી વિસ્તારમાં પાણીનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે. લોકો પાણીનો બગાડ ઓછો કરી જરૂરિયાત મુજબ પાણીનો ઉપયોગ કરી પાણીના સંકટ સામે ટકી રહેવા માટે પાણી પુરવઠા વિભાગે અપીલ કરી છે. ધાનેરા નગરપાલિકા પાણી પુરવઠા વિભાગના સુપરવાઈઝર રામભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે ‘ધાનેરા શહેરી વિસ્તારમાં અડધા ભાગના બોરવેલ બંધ છે. જ્યારે માત્ર 6 બોરવેલના પાણી પર ધાનેરા શહેર આધાર રાખી બેઠું છે. આગામી દિવસોમાં પાણીનો કકળાટ થાય એ પહેલાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે એ યોગ્ય છે.