દહેગામ તાલુકામાં કોંગ્રેસ દ્વારા જનમંચ નો કાર્યક્રમ યોજાયો. ચેખલા પગી ગામ ની સમસ્યા રૂદિયા રડાવી દીધા
દહેગામ તાલુકા માં પોલીસ ચોકી જોડે આજ રોજ તારીખ 30/06/2023 નાં રોજ કોંગ્રેસ ના કાર્યકર્તા દ્વારા જનમંચ કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું.જેના અલગ અલગ ગામ ના ગ્રામ જનો એ પોતાનાં ગામ માં થઈ રહેલી સમસ્યા ઓ નું લેખીત માં રજુઆત કરી હતી.જ્યારે ચેલખા પગી ગામ ની સમસ્યા ઉપર જનતા નું ધ્યાન વધારે ગયું હતું કારણ કે 400 ની સંખ્યા માં સભાસદો હોવા છતાં દૂધ સહકારી મંડળી સરકાર દ્ધારા તોડી પાડવા માં આવી હતી .આ મંડળીની જમીન જ્યારે સભાસદો નું કહેવુ એવું છે કે 1990 માં અમદાવાદ કલેક્ટર શ્રી સાહેબ એ 500 ચોરસ મીટર જમીન સરકારી મંડળી માટે આપેલી પરંતુ ટી ડી ઓ કે ડી ડી ઓ દ્વારા કોઈ પણ પ્રકાર ની ચકાસણી કર્યા છીવાય 22 તારીખે નોટીસ આપી તારીખ 23/6/2023 નાં રોજ તોડી નાખવામાં આવી જ્યારે બીજાં ગામ ના મુદ્દા પાણી ની સમસ્યા ગંદકી ની સમસ્યા કેનાલ ના પાણી ખેતર સુઘી ના પોચવાની સમસ્યા જેવા ગણા બધા મુદ્દા ઓ ની રજૂઆતો જનમંચ કાયક્રમ માં કરવામાં આવ્યા હતા .આ જનમંચ કાર્યક્ર્મ માં ગુજરાતમાં જનમંચન પ્રોગ્રામના પ્રચાર કરવા વાળા મુખ્ય અમિત ભાઈ ચાવડા. વિપક્ષ નેતા ગુજરાત વિધાનસભાના એવા પૂર્વ પ્રદેશ પ્રમુખ પૂર્વ સાંસદ પાટણ અને બે વાર દહેગામ તાલુકામાં ધારાસભ્યો રહી ચૂકેલા જગદીશભાઈ ઠાકોર. માણસા ના પૂર્વ ધારાસભ્યો બાબુભાઈ ઠાકોર દહેગામ વિધાનસભા બેઠકના 2022 કોંગ્રેસ ઉમેદવાર ઉભા રહેલા અને હાલ માં ગાંધીનગર જિલ્લા પંચાયત સભ્ય વખતસિંહ ચૌહાણ. પ્રદેશ મહા મંત્રી કમલભાઈ અમીન તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દેવરાજસિંહ ઝાલા. શહેર પ્રમુખ ભરતભાઈ રબારી. નગરપાલિકા વિપક્ષ નેતા હબીબ ભાઈ શેખ. તેમજ કોંગ્રેસ પક્ષના નામી અનામી આગેવાનો તેમજ દહેગામ તાલુકા ના ગામ ની જનતા એ હાજરી આપી હતી.
રિપોર્ટર ગીતાબેન એન બારોટ ગાંધીનગર જીલ્લા બ્યુરો ચીફ