Publisher Theme
I’m a gamer, always have been.

ફતેપુરા તાલુકાના ઘૂઘસ ગામમા પહેલા વરસાદ ના પાણીથી પુલનું ધોવાણ થતા ફળીયા ના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા.

0 15

ઘૂઘસ સરકારી દવાખાના થી ઘૂઘસ હોળી ફળીયા તરફજતો પાકો રસ્તો વલય નદી ના પહેલા પાણીથી પુલનું ધોવાણ થતા જયારે રસ્તા પર નદીની બાજુમાં આવેલ દિવાલ પણ તૂટી જવા થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, નદીમાં પૂર આવે તો આપ ફળિયાના લોકોને જવા માટે બહુ મોટી તકલીફ પડે એવું લાગી રહ્યું છે આ રસ્તા પર ઘૂઘસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુખ્ય પ્રાથમિક શાળા ગ્રામ પંચાયત કચેરી પોસ્ટ ઓફિસ માધ્યમિક શાળા તેમજ પશુ દવાખાનુ પણ આવેલું છે. જેથી કરીને આ ફળિયાના લોકોને ગમે તે કામ હોય તો આ રસ્તા પર જવું પડતું હોય છે અને નિશાળે ભણવા પણ બાળકોને આ રસ્તા પર જવું પડતું હોય છે, આ ચોમાસા માં બહુ વધારે વરસાદ મા નદીમા પૂર આવે તો લોકોને ચાલતા જવાનો પણ તકલીફ પડે એવું લાગી રહ્યું છે. ખાસ કરીને પશુતા બહેનોને પણ જવામાં તકલીફ પડે એવું લાગે છે. અમારી ગામ લોકોની નમરી અરજ છે કે તાત્કાલિક ધોરણે નવીન પુલ અને દિવાલ મંજૂર કરવામાં આવે અને તાત્કાલિક બનાવવામાં આવે ફળીયા ના લોકોની માંગ છે

રિપોર્ટર : કિરણ ડામોર બૌદ્ધિક ભારત ન્યુઝ ફતેપુરા

Leave A Reply

Your email address will not be published.