Publisher Theme
I’m a gamer, always have been.

કઠલાલ તાલુકાના ભાનેર ગામે બીપરજોય વાવાઝોડાની અસરને પહોંચીવડવા સરપંચ શ્રી તેમજ કઠલાલ જી.ઇ.બી ની પ્રશંશનીય કામગીરી.

0 7

રિપોર્ટ મનોજસિંહ સોલંકી કઠલાલ

કઠલાલ તાલુકાના ભાનેર ગામે ગતરાત્રિએ બીપર જોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેમાં બાવળનું વૃક્ષ પડવાથી વીજ પુરવઠાની ડી.પીને નુકસાન થયેલ હતું અને પુલ ભાગીને નીચે પડી ગયા હતા.જેને વીજ પુરવઠો ખોડબાયો હતો. ગામના સરપંચ શ્રી દ્વારા સક્રિયતા દાખવીને જી.ઇ.બી સાથે સંપર્કમાં રહીને યુદ્ધના ધોરણે કામ હાથમાં લેવામાં આવ્યું હતું. જેમાં ડેપ્યુટી એન્જિનિયર જે.એમ બ્રહ્મભટ્ટ સાહેબ, ચંપાવત સાહેબ અને તેમની સમગ્ર જી.ઈ.બી ટીમે ખડે પગે રહીને ખૂબ જ ટૂંકા સમયમાં મેન્ટેનન્સ કામ કરીને ગામમાં વીજ પુરવઠો પૂરો પાડ્યો હતો. જી.ઇ.બી ની આ પ્રશંશનીય કામગીરી બદલ સરપંચ શ્રી તેમજ સમગ્ર ગ્રામજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave A Reply

Your email address will not be published.