રિપોર્ટર ઇશાક પઠાણ બૌદ્ધિક ભારત મોડાસા
નિશ્ચિત કરેલ મર્યાદા બહાર જો માલસામાન ભરે તો વાહન પલટી જવાનો કે આગથી લઈ આકસ્મિક ઘટના બનવાની સંભાવના રહે છે. ત્યારે મોડાસાના વણીયાદ પાસે ઘાસચારો ભરેલ ટ્રકમાં વિજતાર અડકી જતા ઘાસચારામાં આગ લાગી હતી.મોડાસાના વણીયાદ પાસેથી એક આઇસર ટ્રકમાં ઓવરલોડ ઘાસચારો ભરીને ટ્રક પસાર થઈ રહી હતી. તે દરમિયાન લટકતા વિજતાર આઇસર ટ્રકમાં ભરેલા ઘાસચારાને અડકી જતા ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે તણખા જર્યા હતા. ટ્રકમાંથી એકાએક ધુમાડા નીકળવા લાગ્યા અને ટ્રક ડ્રાઇવરને ધુમાડાની ખબર પડી જતા ટ્રક ડ્રાઇવરે હોશિયારી પૂર્વક ટ્રક રોડથી નીચે ઉતારી દીધી અને તેનો આબાદ બચાવ થયો હતો. આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને સળગતા ઘાસચારા પર પાણીનો મારો ચલાવી ઘાસચારામાં લાગેલી આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી હતી. આમ વધારે વજન અને ક્ષમતા કરતા વધુ ઊંચાઈ પર ટ્રકમાં ઘાસચારો ભરવાથી ક્યારેક મોટી આકસ્મિક જીવલેણ ઘટનાઓ બને છે.