રિપોર્ટર દિનેશ પટેલ બૌદ્ધિક ભારત અરવલ્લી
માલપુર ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા ને થતા તેઓ એ તાત્કાલિક આ દીકરી ને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરાવી
આજ રોજ માલપુર તાલુકા ના મુખી ના મુવાડા ગામે ખેતર માંથી મળેલ નવજાત દીકરી ની જાણ બાયડ માલપુર ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા ને થતા તેઓ એ તાત્કાલિક આ દીકરી ને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરાવી હતી તેમજ તાત્કાલિક ધોરણે મોડાસા હોસ્પિટલ ખાતે જાતે દોડી આવી મુલાકાત કરી હતી … માલપુર પોલીસ ને આ અંગે જાણ કરી દીકરી ના માં બાપ ની શોધખોળ કરી તપાસ કરવા સૂચના આપી હતી તેમજ ચાઈલ્ડ હેલ્પલાઇન માં પણ જાણ કરી હતી …. તેમજ જો ભવિષ્ય માં જરૂર જણાય તો આ દીકરી ને દત્તક લઈ તેના ઉછેર માં કોઈ કમી ના રહે તેની જવાબદારી પણ લીધી હતી
