રિપોર્ટર રસિક પટેલ બૌદ્ધિક ભારત ભિલોડા
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લાલપુર UGCVL ની બેદરકારી સામે આવી રહી છે ખોડંબા ગામ ખાતે મોડી રાત્રે તારીખ 12 /6/ 2022 ના રોજ વીજ પોલ પરથી પાવર ઉતારતો ગાયનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું તેમજ UGCVLજીઇબી માં કોન્ટેક કરતો જ જીઇબી ની ગાડી ઘટના સ્થળે દોડી પહોંચી હતી ત્યારબાદ પુરા મેલાના લોકોએ લાઈન હટાવવા બાબતની રજૂઆત કરી હતી તો જીઇબી ના કર્મચારીઓએ તેમજ એન્જિનિયર સાહેબ શ્રી ને જવાબ આપ્યો હતો કે પંચાયતના લેટર પેડ ઉપર ફળિયા વાળા ની સિગ્નેચર કરીને લાલપુર જી.ઇ.બી માં જમા કરાવી દેવી તેમજ પંચાયતના લેટરપેડ ઉપર પંચાયતમાંથી અરજી લખાવીને આપવી તો આ બધું આપવા છતાં હજુ સુધી કોઈ જોવા માટે આવ્યું નથી તેમજ આજ સુધી ખોટા ખોટા વાયદા કરી રહ્યા છે ત્યારે જી.ઇ.બી માં જઈને ધક્કા ખાઈએ તો જી.ઈ.બી ના એન્જિનિયર વારંવાર એક જ જવાબ મળે છે બે દિવસમાં થઈ જશે બે દિવસમાં થઈ જશે પરંતુ હજી સુધી બે દિવસ થતા નથી તેમ લાગી રહ્યું છે અત્યારે હાલ લાઈન ઇલેવન કેજી જઈ રહી છે ત્યારે મકાન ઉપર થઈને પસાર થઈ રહી છે તો હજુ સુધી આખો ઉઘડતી નથી તેમ લાગી રહ્યું છે કે પછી કોઈની જાનહાની થાય તેની રાહ જોઈ રહી છે કે શું જી.ઈ.બી.ખોટા વાયદામાં એક ચોમાસું ગયું બીજું ચોમાસુ આવ્યું અત્યારે તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યો તો આ કામ બે દિવસની અંદર કરવામાં નહીં આવે તો ફરીવાર મીડિયાનો સહારો લેવો પડશે
