Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા તાલુકામાં અખીલ ભારતિય પત્રકાર સુરક્ષા સમિતીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી..

0 53

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

સમગ્ર દેશમાં પત્રકાર સુરક્ષા કાનુન લાગુ કરવામાં આવે તેવા ઉદ્દેશથી સ્થાપિત સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની ધાનેરા ખાતે શિવ ડાઇનિંગ હોલમાં પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવાડિયા ના બેનર નીચે ગુજરાત પ્રભારી બાબુભાઈ ચૌધરી, ગુજરાત મહામંત્રી જેણુભા વાઘેલા તથા ગુજરાત મંત્રી રામજીભાઈ રાજગોર ની ઉપસ્થિત રહી ધાનેરા તાલુકાના તમામ પત્રકારોને માર્ગદર્શન આપ્યું હતું પત્રકાર પર થતા હુમલા તેમજ ખોટી રીતે હેરાન કરવાના બનાવો દિવસે વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઇ સમિતિ દ્વારા પત્રકાર સુરક્ષા કાનૂન યોજના લાગુ થાય તે બાબતની અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ સમિતિ દ્વારા ગુજરાતના 20 રાજ્યમાં કામગીરી પહોંચી રહી છે આજ દિન સુધી 25000 જેટલા પત્રકારો સદસ્ય બની ચૂક્યા છે અત્યારે ત્રણ રાજ્યમાં આની કામગીરી ચાલુ થઈ રહી છે જેમાં છત્તીસગઢ ઝારખંડ અને મહારાષ્ટ્રમાં સુરક્ષા કાનૂન લાગુ કરવામાં આવે તેવી સરકાર સાથે પણ વાતચીત કરવામાં આવી છે ધાનેરા તાલુકાના તમામ પત્રકારો, સમાચાર તંત્રી તેમજ ચેનલના રિપોર્ટરો અને માલિકો હાજર રહ્યા હતા અને ધાનેરા તાલુકામાં આ અખિલ ભારતિય પત્રકાર સુરક્ષા સમિતી ના નવિન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે રાજનભાઇ ચૌધરી, મહામંત્રી ધીરજભાઇ પરમાર, ઉપપ્રમુખમાં નજીરભાઇ શેખ, રાજેશભાઇ ચૌહાણ તથા સુરેશભાઇ ગલચરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તેમજ અન્ય હોદ્દેદારોની પણ આગામી દિવસોમાં વરણી કરવામાં આવનાર છે આ બેઠકમાં ધાનેરાના તમામ મિડીયાકર્મીઓ હાજર રહ્યા હતા અને નવી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.સર્વે પત્રકાર મિત્રોએ સાથે ભોજન લીધું હતું

Leave A Reply

Your email address will not be published.