Publisher Theme
I’m a gamer, always have been.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા વાછોલ ગામની સરહદમાં રાજસ્થાનની પાણીની પાઇપ લાઈન નાખતા વિવાદ સર્જાયો છે વાછોલ ગ્રામજનોએ એકઠા થઇ રાજસ્થાન સરકારે નાખેલી પાઇપલાઈન કઢાવી દીધી છે

0 200

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ઉત્તર ગુજરાતમાં આવેલો બનાસકાંઠા જિલ્લોએ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે . ત્યારે બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના વાછોલ ગામે ગુજરાતની હદમાં રાજસ્થાન સરકાર દ્વારા કેન્દ્ર સરકારની નળ સે જળ યોજના અંતર્ગત પાણીની પાઇપ લાઈન નખાતા વિવાદ સર્જાયો છે . આજથી 6 માસ આગાઉ રાજસ્થાન સરકારે વાછોલ ગામની હદમાં રાજસ્થાન સરકારના હદ બાણ લગાવી દેતા તે વિવાદ તો ચાલી જ રહ્યો હતો અને તે વચ્ચે હવે વધુ એક વખત વાછોલ ગામની હદમાં રાજસ્થાન સરકાર દ્વારા નખાયેલી પાણીની પાઇપ લાઈન નાખતા વિવાદ વકર્યો છે.રાજસ્થાન સરકાર ગુજરાતની જમીન કબ્જે કરવા કારસો રચતી હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપો કરાયા છે .

બે દિવસ અગાઉ રાજસ્થાન સરકાર દ્વારા વાછોલ ગામની હદ એટલે કે ગુજરાતની હદમાં પાણીની પાઇપ લાઈન નાખવાની કામગીરી આરંભાતા વાછોલ ગામના સરપંચ સહીત ગ્રામજનોને એકઠા થઇ કામગીરી રોકવી હતી અને તે બાદ ગઈકાલે તે જ કોન્ટ્રાકટર પાસે રાજસ્થાન સરકારની પાઇપ લાઈન ગુજરાતની હદમાંથી કઢાવી સમગ્ર ઘટનાની જાણ બનાસકાંઠાના વહીવટી તંત્રને કરાઈ હતી . જો કે સરપંચ દ્વારા વહીવટી તંત્રને જાણ કરવા છતાં બે દિવસ સુધી વહીવટી તંત્રના કોઈ જ અધિકારી સ્થળ પર પહોંચ્યા ન હતા જોકે ધાનેરા ટીડીઓ સહિતના અધિકારીઓ આજે ઘટના સ્થળે પહોંચ્યા અને સમગ્ર ઘટનાનો તાગ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવાની બાહેધારી આપી છે .

Leave A Reply

Your email address will not be published.