મેળામાં શ્રદ્ઘાળુઓ અને માનતા માનેલ લોકો જ હાજર રહ્યા
વડગામ તાલુકાના મજાદર ગામે દર ભાદરવી અગિયારસ ના રોજ રામદેવપીર ના મંદિર ખાતે મેળો ભરાતો હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ને લઈ મેળો મોકૂફ રખાય છે જેમાં આ વર્ષે પણ મજાદર પંચાયત દ્વારા મેળો ભરાય તે પહેલાં મેળો મોકૂફ રખાયો હોવાની ચબરખી સોસીયલ મિડિયામાં વહેતી થઈ હતી જેમાં સ્પષ્ટ લખેલ હતું કે કોઈ દુકાન કે લારી લગાવી શકશે નહીં અને માત્ર બાધા માનતા રાખેલ લોકોજ મેળામાં દર્શને આવી શકશે અને કોરોના ગાઈડલાઈન મુજબ મેળામાં લોકો સોસીયલ ડીસ્ટન્સ સાથે હાજરી આપી શકશે જેમાં લોકોએ પણ માત્ર બાધા માનતા અને રામાપીર માં આસ્થા રાખનારા લોકો એ માસ્ક સાથે દર્શન કરી ધન્યતા મેળવી હતી મેળામાં મનોરંજન ના કોઈ મોટા સાધનો ને મંજૂરી આપેલ ન હોવાથી લોકોની પાંખી હાજરી જોવા મળી હતી લોકો એ રામાપીર ના નેજા ચડાવી રાપાપીર ના જયકારા સાથે અગિયારસ ની ઊજવણી કરી હતી જેમાં છાપી પોલીસ દ્વારા પણ કોરોના મહામારી ને પગલે બનાસકાંઠા કલેકટર દ્વારા જાહેર કરેલ જાહેરનામા નો ચુસ્ત પાલન થાય તેમાટે પુરતો બંદોબસ્ત રાખી કોરોના ગાઈડલાઈન વચ્ચે મેળો યોજાયો હતો
