Publisher Theme
I’m a gamer, always have been.

અરવલ્લી:બાયડ તાલુકાના જીતપુર ગામે દબાણો હટાવવાનો નિર્ણય દબાણદારોમાં ફફડાટ

0 393

રિપોર્ટર દિનેશ પટેલ બૌદ્ધિક ભારત ન્યુઝ બાયડ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ગામમાં જીતપુર બસ સ્ટેશનથી લઈને શ્રી એમ પી શાહ હાઈસ્કૂલ કમ્પાઉન્ડ સુધીના જાહેર રસ્તાઓ તથા રાજ માર્ગને અડીને આવેલ આશરે અંદાજિત 60 થી 65 દબાણદારોને જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત રાજ્ય પંચાયત કાયદાની કલમ 105 / 1 મુજબ દબાણ દૂર કરવા બાબતે તમામે તમામ દબાણદારોને નોટિસો આપવામાં આવી હતી પરંતુ જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા દબાણદારો રાજકીય વગ ધરાવતા હોઈ દબાણદારો પૈકી અમુક જ દબાણદારોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ચારથી પાંચ દુકાનદારોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી

જેથી તારીખ 18/ 8/ 2020 ના રોજ જાહેર રસ્તા ઉપર અડીને આવેલ ચારથી પાંચ દુકાનદારોના દબાણ દૂર કરવા માટે પોલીસ રક્ષણ સાથે કાર્યવાહી કરવામાં આવનાર હતી પરંતુ તે પહેલા દબાણદારો દ્વારા તારીખ 17/ 8/2020 અને તારીખ 18/ 8/ 2020 ના રોજ અરવલ્લી જિલ્લા પંચાયત કચેરી, તેમજ અપીલ સમિતિ મોડાસા, પાસે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 242 હેઠળ વચગાળાના મનાઈ હુકમની માગણી કરવામાં આવી હતી જેથી ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 242 હેઠળ તારીખ 18/ 8/2020 થી વચગાળાનો મનાય હુકમ આપવામાં આવેલ જેના કારણે દબાણ દૂર કરવાની કામગીરી મુલતવી રાખવામાં આવી હતી પરંતુ ગામના જાગૃત નાગરિક દ્વારા વચગાળાના મનાઈ હુકમ ઉઠાવી લેવા જિલ્લા પંચાયત કચેરી અપીલ સમિતિને લેખિત તથા મૌખિક વારંવાર રજૂઆતો કરી હતી અને અંતે લાંબા સમય સુધી અડીખમ મજબૂત લડત આપી વારંવાર મુદતોમાં પક્ષકારો તથા અરજદાર રૂબરૂ હાજર રહી ધારદાર દલીલો રજૂઆતો કરવાથી અરવલ્લી જિલ્લા પંચાયત કચેરી અપીલ સમિતિ દ્વારા આપવામાં આવેલ ત્રણમાંથી બે મનાઈ હુકમ ઉઠાવી લેવા ની ફરજ પડી હતી

જેની જાણ જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયત કચેરીને લેખિતમાં કરવામાં આવી હતી જેથી જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયત કચેરી ના વહીવટ દાર દ્વારા દબાણદાર પટેલ શામળભાઈ હરગોવિંદભાઈ તથા પ્રજાપતિ ગોપાલભાઈ કાંતિભાઈ બંને દબાણદારોને આખરી નોટિસ પાઠવવામાં આવી હતી અને લેખિત જાણ કરવામાં આવી હતી જેથી દબાણ દૂર કરવા માટે તારીખ 22/ 2/ 2023 ના રોજ 11:00 કલાકે આ બંને દબાણો દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે પરંતુ જીતપુર ગામ ના બસ સ્ટેશનથી લઈને જીતપુર શ્રી એમપી શાહ હાઈસ્કૂલ કમ્પાઉન્ડ સુધીના જાહેર રસ્તાઓ તથા રાજમાર્ગે ને અડીને આવેલા તમામે તમામ દબાણ દૂર કરવા બાબતે જાગૃત અરજદાર નાગરિક દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે અને તમામે તમામ દબાણ દૂર કરવા ની જગ્યાએ માત્રને માત્ર બે થી ત્રણ જ દબાણો દૂર કરવામાં આવનાર છે તો બાકીના દબાણો કોના ઇશારે દૂર કરવામાં નહીં આવે આ બાબતે કોણ ભાગ ભજવી રહ્યું છે બાકીના દબાણનું શું એવું તમામ ગ્રામજનો તથા લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને જાહેર રાજ માર્ગને અડીને આવેલ તમામ દબાણો સત્વરે દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Leave A Reply

Your email address will not be published.