Publisher Theme
I’m a gamer, always have been.

પાંથાવાડા પોલીસે ગુંદરી ચેક પોસ્ટ ઉપર બે ઈસમોને દારૂ સાથે પકડ્યા, ગાડીમાં ચોર ખાનું બનાવી દારૂ લઈ જવાતો હતો

0 163

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

પાંથાવાડા પોલીસે ગુંદરી પોલીસ ચેક પોસ્ટ ઉપરથી એક દારૂ ભરેલી ઈકો ગાડી ઝડપી પાડી હતી. પાંથાવાડા પોલીસ બાતમી હકીકતના આધારે શંકાસ્પદ ઈકો ગાડીને તપાસ કરતા ઇકો ગાડીમાં ચોરખાનું બનાવી તેમાં દારૂ સંતાડી રાજેસ્થાનથી ગુજરાતમાં ઘુસાડાયે તે પહેલાં જ પોલીસે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી પાંથાવાડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ગુંદરી પોલીસ ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરતા હતા. જે દરમ્યાન પીએસઆઈ એ.કે.દેસાઇને બાતમી હકીકત મળી હતી કે, મંડાર રાજેસ્થાન તરફથી એક ઈકો ગાડી દારૂ ભરીને ગુંદરી તરફના રોડે આવનાર છે. જે બાતમી હકીકતના આધારે પંચો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે સદરી ગાડીની નાકાબંધીમાં ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગમા હતા. રૂ.2.35નો મુદ્દામાલ કબ્જે આ દરમ્યાન બાતમી મુજબની ઈકો ગાડી આવતાં તેને હાથનો ઈશારો કરી રોકાવતાં તેમાં ચાલક વિક્રમસિંહ સોમસિંહ સુવાન રાજપૂત (રહે, વેલાગરી શિરોહી રાજેસ્થાન) તેમજ સાથે ગુલામઅબ્બાસ મહંમદઅબ્બાસ આબદી (રહે, વાસન રેવદર રાજેસ્થાન) બેસેલા હોય અને ગાડીમાં ચેક કરતાં પાછળના ભાગે ચોર ખાનુ બનાવી તેમાં દારૂ ભરેલું હોવાનું જણાયું હતું. પોલીસે કુલ રૂ.2.35નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave A Reply

Your email address will not be published.