ધાનપુર તાલુકા ના રતન મહાલ મા રત્નેસ્વર મહાદેવ નું પૌરાણિક મંદિર અને મહા શિવરાત્રિ ના દિવસે શિવ ની આરાધના
રિપોર્ટર – જસવંત પી રાઠોડ બૌદ્ધિક ભારત ધાનપુર
ધાનપુર તાલુકા ના રતન મહાલ મા રત્નેસ્વર મહાદેવ નું પૌરાણિક મંદિર આવેલું છે ત્યાં આદિવાસી ઓ નું આસ્થા નું પૌરાણિક શિવ મંદિર આવેલું છે ત્યાં ગુજરાત અને મધ્યપ્રદેશ ના આદિવાસી ઓ ભેગા થાય છે અને મહા શિવરાત્રિ ના દિવસે શિવ ની આરાધના કરે છે પ્રકૃતિ ના ખોળે આવેલું રમણીય અને સુંદર સ્થળ છે તયાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મહા શિવ રાત્રિ નો મેળો ભરાય છે આવી વર્ષો જૂની પરંપરા મુજબ શિવ ની આરાધના કરે છે

રત્નેસ્વર મહાદેવ રતન મહાલ રીછઅભ્યારણ ના જંગલ મા ધાનપુર થી નવ કિલોમીટર દૂર આવેલું છે તયાં દેશ વિદેશ થી પણ રત્નેસ્વર મહાદેવ ના દર્શન કરવા આવતા હોય છે લોક વાયકા મુજબ સતયુગ મા તયાં પાવાગઢ પર્વત પર બિરાજમાન મહાકળી માતાનો વાસ હતો તેમ કહેવામાં આવે છે. ભગવાન શિવ અને મા કાળી આ રાતનમહાલ પર્વત પરથી વિખુટા પડ્યા હતા તેમ. લોક વાયકા મુજબ જાણવા મળે છે
અને રત્નેસ્વર મહાદેવના દર્શન કરવાથી તયાં આવેલા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે રત્નેસ્વર મહાદેવ મંડળ રતનમહાલ (લીમડી મેદરી ) સેવાધારી સામુહિક સેવાઓ આપે છે સોહણ રમેશભાઈ. સોહણ નટવરભાઈ. ધારવા નયનભાઈ.. ઓફ એ મહાશિવરાત્રી ના દિવસે લોકોને સેવાઓ આપીને શિવ રાત્રિ ના પર્વ ની ઉજવણી કરે છે

