Publisher Theme
I’m a gamer, always have been.

નનાનપુર ખાતે ફિટ ઇન્ડિયા-ફિટ ગુજરાત અંતર્ગત સાયકલોથોનનું આયોજન ૧૪/૦૨/૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું

0 75

રિપોર્ટર અનિલ મકવાણા પ્રાંતિજ

પ્રાંતિજ તાલુકાના નનાનપુર ખાતે ફિટ ઇન્ડિયા-ફિટ ગુજરાત અંતર્ગત સાયકલોથોનનું આયોજન ૧૪/૦૨/૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું.આજનું યુવાધન ખોટી માન્યતાઓ અને વ્યસન ના કારણે પોતાના જ સ્વાસ્થ્ય ને ખુબ જ મોટું નુકસાન કરી રહ્યું છે ત્યારે આ પરિસ્થિતિ ને સામનો કરવા માટે રોજીંદી કસરત જરૂરી છે. જેના અનુસંધાને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નનાનપુર દ્વારા લોકોમાં જાગૃતિ આવે અને સાઇકલ ચલવવાથી સ્વાસ્થ્યને થતા લાભોથી જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં નાના મોટા સૌ કોઈ જોડાઈને રેલી ને સફળ બનાવવા પ્રયાસ કર્યો હતો.આ રેલીમાં નનાનપુર ગ્રામ પંચાયત સરપંચ શ્રી ગીરીશભાઈ પટેલે ઉપસ્થિત રહી પ્રોત્સાહન આપ્યું હતું.અને ગ્રામ જનોને પોતાના સ્વાસ્થ્ય વિશે પોતે તકેદારી રાખવા માટે અપીલ પણ કરી અમે યોગ્ય માર્ગદર્શન આપ્યું .સાથે જરૂર જણાય ત્યાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નનાનપુર ટીમ નો સંપર્ક કરી યોગ્ય માર્ગદરશન લેવા જણાવ્યું હતું …

Leave A Reply

Your email address will not be published.