રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા પોલીસે લવારા ચેકપોસ્ટ નજીકથી સોમવારની સાંજે બે શખસોને 15,500 ગ્રામ હેરોઇન સાથે ઝડપી પાડ્યા હતા. જેમને રાજસ્થાનના હેરોઇન આપનાર સહિત ડ્રગ્સને મંગાવનાર ધાનેરાના 14 શખસોના નામ આપતાં પોલીસે 17 શખસો સામે ગૂનો નોંધ્યો હતો. જેમાંથી 6 શખસોને પોલીસે અલગ-અલગ જગ્યાએથી ઝડપી લીધા હતા. લવારા ચેકપોસ્ટ નજીકથી સોમવારની સાંજે બે શખસોને 15.500 ગ્રામ હેરોઇન સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલ શખસોએ હેરોઇન આપનાર રાજસ્થાનના શખસના નામ સાથે ધાનેરા તાલુકાના અન્ય 14 શખસોના નામ આપ્યા હતા. પકડાયેલ આરોપીએ જણાવ્યું હતું કે ધાનેરા તાલુકામાં રહેતા અલગ-અલગ 14 જેટલા શખસોએ હેરોઇન ડ્રગ્સ મંગાવ્યું હતું.
જેના આધારે ધાનેરા પોલીસએ વેચનાર-લેનારા અને હેરાફેરી કરનાર તમામ 17 શખસો સાથે કડક કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ધાનેરા પોલીસએ 6 જેટલા શખસોનેધાનેરાના અલગ-અલગ વિસ્તારોમાંથી ઝડપી પાડ્યા છે. કેમેરા સામે પોતાનું મોં છુપાવતા શખસો પાડોશી રાજસ્થાન રાજ્યમાંથી નશીલા પદાર્થ મંગાવી તેને અલગ-અલગ રીતે નશો કરતા હતા. પકડાયેલ શખસોની ઉંમર 19 થી 30 વર્ષ સુધીની છે. ડ્રગ્સ મંગાવનાર શખસોની ઉમર 19 થી 30 વર્ષ જેમાં
મયુર ભરતભાઇ નાઈ (ઉં.વ.19), રાજેશ શંકરભાઇ ઠકકર (ઉં.વ.30), તુલસી શંકરભાઇ રાઠોરી (ઉં.વ.24), હિતેષ વિનોદભાઇ સોની (ઉં.વ.27), સંજય પ્રતાપભાઇ લખવારા (ઉં.વ.30), દશરથભાઇ ઈશ્વરભાઈ લુહાર (ઉં.વ.27)