Publisher Theme
I’m a gamer, always have been.

બાયડ ના લીંબ ગામે તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ જેમાં બાયડના પ્રાંત અધિકારી શ્રી ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

0 8

સમગ્ર ગુજરાતમાં પ્રજાસત્તાક દિનની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. સમગ્ર ગુજરાતમાં પ્રજાસત્તાક દિન ની ઉજવણી અંતર્ગત બાયડ ના લીંબ ગામે તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ જેમાં બાયડના પ્રાંત અધિકારી શ્રી ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.કાર્યક્રમમાં બાયડ મામલતદાર શ્રી યુવા મોરચાના પ્રમુખ રજનીભાઈ પટેલ તાલુકા સદસ્ય હિતેન્દ્રસિંહ સરપંચ શ્રી મેહુલભાઈ પંચાયતના સ્ટાફ મિત્રો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા તેમજ બાયડના આંબલીયારા માં પણ ઉચ્ચ અભ્યાસ કરતી કુમારી અસ્મિતાબેન પ્રવીણભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા અને આંબલીયારા પ્રાથમિક શાળા,- હાઇસ્કુલ, આંબલીયારા પોલીસ સ્ટેશન, આંબલીયારા સ્ટેશનશાળા, આંબલીયારા ગ્રામ પંચાયત, ખાતે અને બાયડના ત્રિપદા વિદ્યાલય,. ધનસુરા ના દોલપુર કંપા, હિંમતનગરના લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા, બાયડ ના પેન્ટર પુરા -૨ ખાતે પણ ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા આ તમામ જગ્યાએ પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી

રિપોર્ટર દિનેશ પટેલ બૌદ્ધિક ભારત ન્યુઝ બાયડ

Leave A Reply

Your email address will not be published.