રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા નગરપાલિકામાં આવેલ તમામ બોર અને સ્ટ્રીટ લાઈટ તેમજ ઓફિસનું મળીને બે કરોડ સાઈઠ લાખનું બિલ બાકી હોવાના કારણે વીજ કંપની દ્વારા નગરપાલિકા કચેરીનું શુક્રવારે મોડી સાંજે વીજ જોડાણ કાપતા કચેરીમાં શનિવારે તમામ કામો અટવાઈ પડ્યા હતા અને આવનાર લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાલિકા કચેરીમાં વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તેમજ વેરાઓની પણ મોટા પ્રમાણમાં આવક આવે છે. તેમ છતાં ધાનેરા નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી પાણીના બોર તેમજ સ્ટ્રીટ લાઈટના વીજ બીલો મોટા પ્રમાણમાં ચડી જતો વીજ કંપની દ્વારા અવાર નવાર બિલ ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી. પરંતુ પાલિકા દ્વારા આ વીજ બિલો ભરવામાં ના આવતા પાલિકાને આખી નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પાલિકા દ્વારા વીજળી બિલના નાણાં ન ભરતા વીજ કંપની દ્વારા શુક્રવારે પાલિકાની કચેરીનું લાઈટનું કનેક્શન આપી દેવામાં આવ્યું હતું. જેના કારણે નગરપાલિકા કચેરીમાં અંધારપટ છવાયો હતો અને પાલિકામાં કામ અર્થે આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ કર્મચારીઓ પણ આખો દિવસ અંધારામાં પસાર કર્યો હતો. આ અંગે વીજકંપનીના અધિકારીએ જણાવેલ કે ધાનેરા પાલિકામાં સ્ટ્રીટ લાઈટ તેમજ પાણીના બોરોના બીલો મળીને રૂપિયા 2.60 કરોડ બાકી છે.