Publisher Theme
I’m a gamer, always have been.

આ વર્ષથી NEET-JEEનું ફ્રી કોચિંગ આપશે સરકાર, જાણો પહેલા ક્યા વિદ્યાર્થીઓને મળશે તેનો લાભ

0 127

રાજ્ય સરકાર આ વર્ષથી રાજ્યના બે હજાર વિદ્યાર્થીને નીટ અને જેઈઈનું ફ્રી કોચિંગ આપશે. ચાલુ વર્ષે પ્રથમ લાભ ધોરણ 12 સાયંસના વિદ્યાર્થીઓને મળશે. કોચિંગ મેળવવા માટે ટોપ બે હજાર વિદ્યાર્થીઓ પસંદ કરવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ પરીક્ષા લેશે. સરકાર દ્વારા ફ્રી કોચિંગ માટે આઉટસોર્સિંગથી કોચિંગ એજંસી નિમવામાં આવશે. જેની ફેકલ્ટી રાજ્યના ચાર ઝોનના સેંટરોમાં ફ્રી કોચિંગ આપશે.

ગુજરાત સરકાર હવે રાજ્યના ધોરણ 11-12 સાયંસના વિદ્યાર્થીઓને ઈજનેરી પ્રવેશ માટેની રાષ્ટ્રીય પરીક્ષા જેઈઈ મેઈન અને મેડિકલ પ્રવેશ માટેની રાષ્ટ્રીય કોમન પરીક્ષા નીટનું પ્રોફેશનલ કોચિંગ આપવા જઈ રહી છે. આ માટે સરકારે કોચિંગ ઈંસ્ટીટ્યુટને આઉટ સોર્સિંગ એંજસી તરીકે નીમવામાં આવશે. અને જેની ફેકલ્ટીથી રાજ્યના બે હજાર વિદ્યાર્થીને દર વર્ષે ફ્રી કોચિંગ આપવામાં આવશે.

સરકારની સૂચનાથી ગુજરાત શિક્ષણ બોર્ડે કોચિંગ સર્વિસ માટે ઈંસ્ટિટ્યુટ-એજંસીઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી છે. બોર્ડે તમામ બાબતોને આધારે એક ઈંસ્ટિટ્યુટ-સંસ્થા ફાઈનલ કરવામાં આવશે.

ગુજરાત બોર્ડે રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર ઝોન નક્કી કર્યા છે. આ ચારેય ઝોનમાં એક્સલંસ સ્કૂલો પર સેંટર ઉભા કરાશે. દરેક ઝોનમાં 500-500 વિદ્યાર્થીને ફ્રી કોચિંગ આપવામાં આવશે. આ વર્ષે સૌપ્રથમ લાભ ચાલુ વર્ષના ધોરણ 12 સાયંસના વિદ્યાર્થીઓને મળશે. ત્યાર બાદ ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે કોચિંગ શરૂ કરાશે.

Leave A Reply

Your email address will not be published.