Publisher Theme
I’m a gamer, always have been.

દાંતીવાડા તાલુકાના ડેરી ગામ ના રાશન ની દુકાન ના સંચાલક શ્રીમતી રમીલાબેન છાત્રાલિયા દ્રારા પણ બહીવટ પનાભાઇ પ્રજાપતિ ના હાથ માં

0 355

વિશાલસીહ ચૌહાણ અમીરગઢ

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ડેરી ગામ ના રાશન ની દુકાન ના સંચાલક શ્રીમતી રમીલાબેન છાત્રાલિયા દ્રારા ગામન પનાભાઇ પ્રજાપતિ નામ ના વ્યક્તિ ને રાશન દુકાન નું તમામ વહીવટ સોંપી દેવા નો ખુલાસો બહાર આવ્યો છે સરકાર શ્રી સરકારી નિયમ પ્રમાણે વિસ્તાર માં આવતા રેસન કાર્ડ ધારકોને જે સરકાર ના નિયમ અનુસાર કમ્પ્યુટર સ્લીપ આપવા આવે જે ફરજીયાત જાહેરાત કરેલ છે.પણ દાંતીવાડા તાલુકા વિસ્તાર માં સરકારી શ્રી ના તમામ નિયમો ની ધજીયા ઉડી રહી છે ગામ લોકો જણાવ્યા મુજબ અને ગામના અરજદારો દ્રારા અમોને જાણ કરવામાં આવી હતી કે અમોને પનાભાઇ દ્રારા સ્લીપ આપવા માં નથી આવતી. જેથી સરકારશ્રી દ્રારા ગ્રાહકોને કેટલો જથ્થો આપવા માં આવે સે તેની ખબર પણ અમોને નથી પડતી અને ફક્ત એક કાગળ ની સ્લીપ ઉપર લખી ને આપી દેવા માં આવે છે જેનો તમામ લાભ સંચાલક ઉઠાવી શકે સે જેમ કે વધતા ઓસુ આપે તો કોઈ ને ખબર પણ ના પડી શકે.

અને આ વિશે અરજદારો દ્રારા અમો ને આ બાબતે જાણ કરવામાં આવી જેથી અમો રમીલાબેન ના પુત્ર ને ટેલિફોનિક વાત કરવા માં આવી તો એમના જોડે થી જાણવામાં મળ્યું કે અમોએ અમો સંચાલક સીએ અને પાનાભાઈ ને ચાલવા આપેલ સે તો અમોએ પાનાભાઈ ને પણ ટેલિફોનિક વાત કરવા કોશિશ કરેલ જેમાં પનાભાઇ ફોન ઉપર કહેલ કે તમારે જે સમાચાર બનાવવા હોય તે બનાવો મારે પુરવઠા મામલતદાર સાથે સેટિંગ છે

તો હવે જોવા જેવી વાત એ રહી કે જે તે ગ્રાહકોને ન્યાય ની માંગણી કરેલ સે એમના પ્રશ્નો નો જવાબ મળશે કે સુ? તેવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે, રાશન ની દુકાન ચલાવતા સંચાલકો દ્વારા ગોડાઉન મેનેજર થી સેટિંગ કરીને પોતાના દુકાને આવતા માલ માં પણ બારોબાર કાપ કરાઈ દેવા માં આવે છે આવી પણ લોક ચર્ચા છે અને એ માલ સંચાલકો અને ગોડાઉન મેનેજર ની મીલીભગત થી કાળાબજારી માં કાઢી દેવા માં આવે છે હાલ તારીખ માં જિલ્લા માં ઠેર ઠેર અનાજ દલાલો પોતાની નાની મોટી હાટડીયો લઈને બેઠા છે

જે વિસ્તાર ના ગરીબ લોકો નો કોળિયો છીનવી રહ્યા છે અને ગરીબો ને મફત મળતું સરકારી અનાજ બેધડક મોટી રકમ માં વેચી રહ્યા છે

Leave A Reply

Your email address will not be published.