પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા પોલીસ દ્વારા 93 લાખના દારૂનો નાસ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ -2019-22 સુધીમા 185 જેટલાં ગુનાઓમા પકડાયેલ 57 હજાર કરતા વધારે વિદેશી દારૂની બોટલોનો ધાનેરાના વીંછીવાડા ગામની સીમમાં બુલડોજર ફેરવી નાશ કરાયો છે. પ્રાંત અધિકારી સહિત પોલીસ અધિકારીની હાજરીમા વિદેશી દારૂનો નાસ કરાયો હતો.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વીંછીવાડી ગામે આજે ધાનેરા પોલીસ મથકમાં વર્ષ 2020 અને 2021 ના ગુનામાં પકડાયેલ તમામ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. 185 જેટલા ગુનામાં અંદાજે 57 હજાર કરતાં વધુ વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી. 93 લાખ કરતા પણ વધારે કિંમત નો દારૂની બોટલો પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. દારૂનો નાશ કરાયો ત્યારે ધાનેરા પ્રાંત અધિકારી, ડીવાયએસપી, મામલતદાર, ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.