જેસાવાડા ના વતની અને ભૂતવડ પ્રાથમિક શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડા ને કબીર કોહિનૂર એવોર્ડ 2023 માટે પસંદ કરવામાં આવ્યા
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગામના વતની અને ભૂતવડ પ્રાથમિક શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડાને સદગુરુ કબીર આશ્રમ સેવા સંસ્થાન બડી ખાટૂ, નાગૌર રાજસ્થાન અને સદગુરુ કબીર કેશવ મંદિર સંત નાનકદાસ સનાતન ધર્મ ટ્રસ્ટ ભારત તથા સદગુરુ કબીર સમાધિ સ્થળ મગહર, સંત કબીર નગર ઉત્તર પ્રદેશના સંયુક્ત ઉપક્રમે કબીર કોહિનૂર એવોર્ડ 2023 માટે પસંદ કરવામાં આવ્યા છે.જે તારીખ પાંચમી ફેબ્રુઆરી 2023 ના રોજ ડૉ.આંબેડકર આંતરરાષ્ટ્રીય હોલ જનપથ રોડ નઈ દિલ્હી ખાતે પૂરા ભારતના વિશિષ્ટ100 વ્યક્તિઓ ને સન્માનવામાં આવશે, જેમાં અભિનેતા, પ્રાકૃતિક ખેતી, ભામાશા, હસ્તકલા, પ્રાકૃતિક પર્યાવરણ સુરક્ષા ,ગૌ સેવા, અનુક્રરણિય સરકારી સેવા, હિન્દી ભાષા પ્રચાર પ્રસાર, પત્રકારિતા, કબીર ગાયન, નેતૃત્વ વિવિધ વિશેષજ્ઞ દર્પણ લેખન વ્યસન મુક્તિ ,પ્રોફેસર, રાષ્ટ્રીય લેખક, સર્વ ધર્મ સમાન ,સાંસ્કૃતિક રક્ષા, ગાયન અને કલા સંસ્કૃતિ, સમાજ સેવા ,ઉત્કૃષ્ટ શિક્ષણ સેવા, અનુવાદક અને સમાજસેવા, વ્યંગ લેખન ,તકનીકી નવાચાર અને વેબસાઈટ વિકાસ ,મહિલા શક્તિકરણ, સાહિત્યકારિકતા લેખન .લેખક અને ફિલ્મ નિર્દેશક જેવી વિવિધ શ્રેણીમાં ભારત દેશમાંથી પસંદ કરેલ વિશિષ્ટ વ્યક્તિઓને કબીર કોહિનૂર એવોર્ડ 2023 આપી સન્માન કરવામાં આવશે