ધાનેરા તાલુકાના થાવર ગામે રામાબેન પાતાભાઈ ભૂરિયા માધ્યમિક વિદ્યાલય ખાતે બનાસડેરી અને બનાસ મેડીકલ કોલેજ, જનરલ હોસ્પિટલ પાલનપુરના સયુંકત ઉપક્રમે સોમવારે ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ અને સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં 1887 જેટલા દર્દીઓને તપાસી કરી ફ્રી માં દવા આપવામાં આવી હતી. જેમાં 700 જેટલા દર્દીના આંખની તપાસ કરીને 600 દર્દીને ફ્રી ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 22 નિષ્ણાંત ડોક્ટરોની ટીમ અને 22 પેરા મેડીકલ સ્ટાફએ સેવા આપી હતી. આ કેમ્પને બનાસ મેડીકલ કોલેજના પ્રમુખ પી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મેગા હેલ્થ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો, જેમાં બનાસડેરીના ડાયરેક્ટર જે.કે.પટેલ સહિતના આગેવાનો, દૂધ મંડળીના મંત્રીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહી લાભ લીધો હતો.