Publisher Theme
I’m a gamer, always have been.

ગુજરાત ના 8 મહાનગરોમાં આગામી 25 સપ્ટેમ્બર સુધી રાત્રિના 11 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ

0 20

ગુજરાત સરકાર દ્વારા કોરોનાના કેસોને કાબુમાં લાવવા રાત્રિ કરફ્યુને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. જેમા આગામી તા.25 સપ્ટેમ્બર સુધી રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. જે રાત્રિના 11 થી લઇને સવારના 6 વાગ્યા સુધી યથાવત રહેશે. જે 8 મહાનગરોમા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઠમા રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે. ગુજરાતમા છેલ્લાં 24 કલાકમાં 12 નવા કેસ નોંધાયા છે, જ્યારે સળંગ 10માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. આ સિવાય છેલ્લાં 24 કલાકમાં સુરત શહેરમાંથી 6, ગ્રામ્યમાંથી 1 સાથે સૌથી વધુ 7,વડોદરામાં 4, જામનગરમા 1 નવા કેસ સામે આવ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.